રવિન્દ્ર જાડેજા વિરુદ્ધ લેવાયા પગલા, કાર્યવાહીના ભાગરૂપે મેચ ફીનો 25 ટકાનો દંડ ભરવો પડશે


  • Published By :
  • Published Date : 2023-02-11 18:49:05

નાગપુર ખાતે રમાયેલી પહેલી ટેસ્ટ મેચના પહેલા દિવસે એટલે કે 9 ફેબ્રુઆરીએ પહેલી ઈનિંગ દરમ્યાન 46મી ઓવરમાં બોલ સાથે ચેડા કર્યા હતા, આ દરમ્યાન જાડેજા તેમની આંગળીઓ વડે બોલ પર ક્રિમ લગાવતા જોવા મળ્યાં હતા, જેનો વિડીયો ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થયો છે, વિડિયોમાં જોવા મળી રહ્યું છે કે ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મહોમ્મદ સિરાજ તેમના હાથમાં કંઈ પદાર્થ લઈને આવે છે અને જાડેજા તે પદાર્થને બોલ પર ઘસે છે.


વીડિયો વાયરલ થતા સર્જાયો વિવાદ 

ક્રિકેટની ભાષામાં આને બોલ ટેમ્પરિંગ કહેવાય છે, જો કે  કેપ્ટન રોહિત શર્માને જ્યારે આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે જાડેજાએ કોઈ બોલ ટેમ્પરીંગ કર્યુ નથી અને તેઓ માત્ર તેમના હાથ પર લાગેલી ઈજા માટે મલમ લગાવતા હતા, આ ઉપરાંત BCCI એ પણ આ વાતને નકારી દીધી હતી, જો કે વીડિયો વાયરલ થતા ઓસ્ટ્રેલિયાના લોકો અને ઓસ્ટ્રેલિયાઈ મીડિયાએ આના પર સવાલો કર્યા હતા અને જાડેજા પર તપાસની માંગ કરી હતી. જો કે જાડેજા અહીંયા એક ભૂલ એ કરી હતી કે તેમણે ક્રિમ લગાવતા પહેલા ફિલ્ડ અમ્પાયરની પરમિશન લીધી નહોતી. આ કારણે મેચ રેફરીએ તેમની સામે કાર્યવાહી કરી છે.


મેચ ફીના 25 ટકા દંડ ફટકારવામાં આવ્યો 

જાડેજાને ICC કોડ ઓફ કન્ડક્ટના લેવલ વનનો ભંગ કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા છે અને આ માટે તેમને મેચ ફીના 25 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. જાડેજાને આચાર સંહિતાની કલમ 2.20નો ભંગ કરવા બદલ પણ દોષી ઠેરવવામાં આવ્યો હતો, જે રમતની ભાવના સાથે સંબંધિત છે. આ ખેલાડીઓ અને તેમના સપોર્ટ સ્ટાફ બંનેને લાગુ પડે છે. આ ઉપરાંત જાડેજાના ખાતામાં એક ડીમેરિટ પોઈન્ટ પણ જોડાયો છે  કારણ કે છેલ્લા 24 મહિનામાં તેમનો આ પહેલો ગુનો છે. જો કે  જાડેજાએ મેચ રેફરી દ્વારા લગાવવામાં આવેલા આરોપો સ્વીકારી લીધો છે, જેથી આ મામલે કોઈ ઔપચારિક સુનાવણીની જરૂર રહેતી નથી. હવે જોવાનું એ છે કે ભારત આ સિરીઝમાં આગળ કેવું પ્રદર્શન કરે છે, બોર્ડર-ગાવાસ્કર ટ્રોફીની 4 મેચ હજી બાકી છે, જેમાં કાંટાની ટક્કર જોવા મળી શકે છે, 




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે