ચૂંટણી નજીક આવતા ભાજપે ઉતારી કેન્દ્રીય મંત્રીઓની ફોજ, 15 દિવસ દરમિયાન કરશે ગુજરાતમાં પ્રચાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-07 09:44:53

થોડા સમય બાદ ગુજરાત વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી નજીક આવતા રાજકીય પાર્ટીઓમાં પણ હલચલ તેજ થઈ ગઈ છે. પ્રચાર કરવા અનેક ભાજપના નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. કોઈ કચાસ ન રહે તે માટે ભાજપે પ્રચાર માટે આખી ટીમ ઉતારી છે. આગામી 15 દિવસ દરમિયાન કેન્દ્રિયમંત્રીના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. 

કેન્દ્રીય મંત્રીઓ સંભાળશે પ્રચારની જવાબદારી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ અમિત શાહ અનેક વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ઉપરાંત આગામી 15 દિવસ દરમિયાન કેન્દ્રીય મંત્રીઓ પણ ગુજરાતના પ્રવાસે આવવાના છે. તેઓને ગુજરાતમાં પ્રચાર કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. 

After Victory in Gujarat, BJP's War Against Minorities Likely to Gain  Momentum

15 દિવસો દરમિયાન વિવિધ વિધાનસભા ક્ષેત્રોમાં કરશે પ્રવાસ

સ્મૃતિ ઈરાની પણ ગુજરાતના પ્રવાસે આવવાના છે. થોડા સમય પૂર્વે તેઓ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. આવતી કાલે કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખી પણ ગુજરાત આવી તાપી, વ્યારા અને નિઝર વિસ્તારમાં જઈ પ્રચાર કરવાના છે. મધ્ય ગુજરાતમાં પ્રચારની જવાબદારી કેન્દ્રીય મંત્રી બિ.એલ વર્માને સોંપવામાં આવી છે. મહેમદાવાદ અને મહુધામાં તેઓ ભાજપનો પ્રચાર કરશે. વીરેન્દ્ર સીંહ કલોલ વિસ્તારના મતદારોને આકર્ષવાનો પ્રયત્ન કરશે. મહેન્દ્ર મુજપરા ભાવનગર તેમજ તળાજાના પ્રવાસે જવાના છે. જ્યારે કૃષ્ણપાલ ગુર્જર પણ ગુજરાતના પ્રવાસે આવવાના છે. 

Cabinet reshuffle: Smriti Irani removed from I&B Minister post - The Hindubhupender-yadav - BJP has big plans for its RS member Bhupender Yadav -  Telegraph India


મોડાસા વિધાનસભાનો પ્રવાસ અજય ભટ્ટ કરવાના છે. જ્યારે ભૂપેન્દ્ર યાદવ સાવરકુંડલા અને રાજુલામાં જઈ પ્રચારનો મોરચો સંભાળવાના છે. નિરંજન જ્યોતિ વિરમગામ અને ધોળકા વિધાનસભામાં પ્રચાર કરવાના છે. કિરણ રિજ્જૂ પણ મહુવામાં પ્રચાર કરવા મેદાનમાં ઉતરવાના છે. 7 ઓક્ટોબરના રોજ સ્મૃતિ ઈરાની પણ ગુજરાત આવવાના છે અને પેટલાદ અને સોજીત્રામાં ભાજપના કામો ગણાવશે. 

Ajay Bhatt takes charge as MoS in defence ministry | Deccan Herald

Kiren Rijiju, New Law Minister, Packs a Punch in Team Modi 2.0 With  Elevation

ફરી એક વખત પીએમ કરશે ગુજરાતમાં પ્રચાર 

મહત્વનું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ચૂંટણી નજીક આવતા અનેક વખત ગુજરાત આવી રહ્યા છે. 9 અને 10 ઓક્ટોબરના રોજ ફરી એક વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. પોતાના પ્રવાસ દરમિયાન અનેક જનસભામાં ભાગ લેવાવા છે. સંબોધન કરી લોકોને ભાજપ તરફ આકર્ષવાનો પ્રયત્ન કરવાના છે. 







રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.