રાજ્યમાં વધ્યો તાપમાનનો પારો, હાલ બેવડી ઋતુનો થઈ રહ્યો છે અનુભવ


  • Published By :
  • Published Date : 2023-02-07 09:59:41

છેલ્લા એક  બે દિવસથી રાજ્યમાં ઠંડીથી લોકોને છૂટકારો મળી રહ્યો છે. ઠંડી એકાએક ઓછી થઈ છે. ગરમીનું પ્રમાણ વધ્યું છે. જેને કારણે હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે તેમજ રાતના સમયે થોડો ઠંડીનો અહેસાસ થાય તો બપોરના સમયે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ફેબ્રુઆરીમાં આકરા તાપનો અનુભવ લોકો કરી રહ્યા છે તેવું લાગી રહ્યું છે. માર્ચમાં તાપમાનનો પારો 45ની આસપાસ પહોંચી શકે છે.


અંબાલાલ પટેલે કરી કમોસમી વરસાદની આગાહી  

રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. દિવસ દરમિયાન ગરમીનો અહેસાસ થાય છે તો રાતે તેમજ સવારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. આ બધા વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે માવઠાની આગાહી કરી છે. તેમના અનુમાન મુજબ ઉત્તરગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસી શકે છે. આ પ્રમાણેની આગાહી થતા જગતનો તાત ચિંતાતુર બન્યો છે. ઠંડીને લઈ તેમણે આગાહી કરી છે કે ફેબ્રુઆરી મધ્યમાં ફરી એક વખત ઠંડીનો ચમકારો જોવા મળશે.  


ફેબ્રુઆરીમાં ફરી વધશે ઠંડીનું પ્રમાણ 

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઠંડીમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં પણ ઠંડીથી આંશિક રાહત મળી શકે છે. તે ઉપરાંત ભેજવાળું વાતાવરણ પણ જોવા મળી શકે છે. અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. અમદાવાદમાં તાપમાનનો પારો 17 ડિગ્રીની આસપાસ પહોંચ્યો હતો. બેવડી ઋતુનો અનુભવ લોકોને થઈ રહ્યો છે. ત્રણ ચાર દિવસથી ગરમી પડવા લાગી છે પરંતુ આગાહી પ્રમાણે ઠંડીનો વધુ એક રાઉન્ડ ફેબ્રુઆરીના મધ્યમાં આવશે.  




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે