ભાજપે પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીમાં રૂ. 340 કરોડથી વધુનો ખર્ચ કર્યો, UP ચૂંટણીમાં સૌથી વધુ ખર્ચ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-22 18:09:34

રાજકીય પક્ષો લોકસભા અને વિધાનસભા સહિતની નાની-મોટી ચૂંટણીઓ જીતવા માટે પાણીની જેમ પૈસા વહાવતા હોય છે.  જેમ કે ભાજપે પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં 340 કરોડથી રૂપિયા પણ વધુનો ખર્ચ કર્યો હતો. ભારતીય જનતા પાર્ટી (BJP) એ આ વર્ષે પૂર્ણ થયેલી પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં રૂ. 340 કરોડનો ખર્ચ કર્યો છે, જ્યારે કોંગ્રેસે આ રાજ્યોમાં રૂ. 194 કરોડથી વધુ ખર્ચ કર્યા છે. આ બંને પક્ષોએ ચૂંટણી પંચને સોંપેલી ચૂંટણી ખર્ચ સંબંધીત વિગતો પરથી આ માહિતી જાણવા મળે છે. ચૂંટણી આયોગે આ માહિતી જાહેર કરી છે.


UP વિધાનસભા ચૂંટણીમાં BJPએ સૌથી વધુ 221 કરોડ રૂપિયા ખર્ચ્યા


ભાજપે આપેલી વિગતો અનુસાર, તેણે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર, ગોવા અને પંજાબ વિધાનસભા ચૂંટણીના પ્રચાર પર 340 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો છે. આ મુજબ ભાજપે ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 221 કરોડ રૂપિયા, મણિપુરમાં 23 કરોડ રૂપિયા, ઉત્તરાખંડમાં 43.67 કરોડ રૂપિયા, પંજાબમાં 36 કરોડ રૂપિયા અને ગોવામાં 19 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કર્યા છે. 


પાંચ રાજ્યોની ચૂંટણીમાં કોંગ્રેસનો 194 કરોડ રૂપિયાનો ખર્ચ


આ જ રીતે, કોંગ્રેસ દ્વારા દાખલ કરાયેલા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, પાંચ રાજ્યોની ચૂંટણીઓ અને સંબંધિત કાર્યોમાં 194 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો છે. કોંગ્રેસ અને ભાજપ બંને રાષ્ટ્રિય પક્ષો છે. લોકસભા અને વિધાનસભાની ચૂંટણી લડતા પક્ષોએ નિર્ધારિત સમયમર્યાદામાં ચૂંટણી પંચ સમક્ષ તેમના ચૂંટણી ખર્ચનો અહેવાલ દાખલ કરવો જરૂરી છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે