વિધાનસભાની ચૂંટણીના પડઘમ વચ્ચે PM મોદી વલસાડ અને સુરેન્દ્રનગરમાં જનસભાને સંબોધશે


  • Published By :
  • Published Date : 2022-11-02 19:59:35


ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે ભાજપના સ્ટાર પ્રચારક અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક્સનમાં આવ્યા છે. ભાજપ વિરોધી માહોલ હોવાથી પીએમ મોદી રાજ્યના વિવિધ ભાગોમાં પ્રચાર અભિયાન ચલાવી રહ્યા છે. આ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ માટે મોદી એક માત્ર તારણહાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી 6 નવેમ્બરે ગુજરાતના પ્રવાસે આવશે.આ દરમિયાન તેઓ વલસાડ અને સુરેન્દ્રનગરમાં જનસભાને સંબોધશે. આ સિવાય તેઓ આ જ દિવસે ભાવનગરમાં સમુહ લગ્નના કાર્યક્રમમાં પણ હાજરી આપશે. 


PM મોદી 6 નવેમ્બરે વલસાડની મુલાકાતે


પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી આગામી 6 નવેમ્બરે દક્ષિણ ગુજરાતના વલસાડની મુલાકાતે આવશે. તેઓ કપરાડાના નાનામોંઢામાં ચૂંટણી પ્રચાર કરશે. નાના મોંઢામાં યોજાનારી જનસભાને સંબોધશે. આદીવાસી મતદારોનું પ્રભુત્વ ધરાવતી કપરાડા વિધાનસભા બેઠક પર આ વખતે ત્રિપાંખિયો જંગ છે. પીએમ મોદી આદીવાસીઓને આકર્ષવા માટે આ વિસ્તારમાં જંગી રેલીને સંબોધશે.


કપરાડા બેઠક પર ત્રિપાંખિયો જંગ


કપરાડા બેઠક પરથી જયેન્દ્ર ગાવિત AAPની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. આ બેઠક પરથી ભાજપમાં ત્રણ દાવેદારો મેદાનમાં છે. કપરાડાના વર્તમાન ધારાસભ્ય જીતુ ચૌધરી છે, જે હાલ રાજ્યના પાણી પુરવઠા મંત્રી છે. આ બેઠક પર જીતુ ચૌધરીએ ફરી દાવેદારી નોંધાવી છે. તો, તેમની સાથે ભાજપના જુના જોગી કહેવાતા મધુ રાઉત, ગુલાબ રાઉત, અને પૂર્વ ધારાસભ્ય મુકેશ પટેલે પણ પોતાની દાવેદારી નોંધાવી છે. હવે જોવાનું એ છે આ કપરાડા બેઠક માટે કોંગ્રેસ કોને ઉમેદવાર બનાવે છે?.




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે