ભાવનગરમાં નિરમા કંપનીના ગેટ પાસે પ્રેમિકાએ જ પ્રેમીને પતાવી દીધો, હત્યાનું કારણ અકબંધ


  • Published By :
  • Published Date : 2024-01-09 18:57:25

ભાવનગર નજીક ભાલ પંથકમાં આવેલ નિરમા કંપનીના દરવાજા પાસે આજે બપોરે એક યુવાનની ઘાતકી હત્યા થતા અરેરાટી મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે. પોલીસ સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આજે બપોરના સમયે ભાવનગર શહેર નજીક ભાલ પંથકમાં આવેલ નિરમા કંપનીના ગેટ પાસે આજે બપોરે એક યુવાનની  હત્યા થઈ હતી. ખૂનનાં આ બનાવની જાણ થતા જ વેળાવદર- ભાલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો છે અને તપાસ ચલાવી રહ્યો છે. 


હત્યાનું કારણ અકબંધ


યુવાનની હત્યાને લઈ પોલીસે શરૂ કરેલી પ્રાથમિક તપાસમાં મૃતક યુવકનું નામ વિપુલ હોવાનું સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ પ્રેમિકાએ જ પ્રેમી યુવાનની હત્યા કરી હોવાની આશંકા છે, આ મામલે પોલીસે પ્રેમિકાની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા છે. જો કે વિપુલની પ્રેમિકાએ હત્યાને હત્યાને અંજામ શા માટે આપ્યો તે હજુ જાણી શકાયું નથી. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે