ચૂંટણી સમયે નેતાઓ તો મોરબી દુર્ઘટનાને ભૂલી જશે, પણ શું સ્થાનિકો યાદ રાખશે?


  • Published By :
  • Published Date : 2022-11-30 15:09:57

ગુજરાતમાં પ્રથમ તબક્કા માટે થનારા મતદાનને માત્ર ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ચૂંટણને લઈ તમામ ઉમેદવારો અને પાર્ટી એકદમ એક્ટિવ મોડમાં આવી ગઈ હતી. પ્રચાર દરમિયાન અનેક મુદ્દાઓ પર વાત કરવામાં આવી પરંતુ મોરબીમાં બનેલી હોનારતને લઈ કોઈએ પણ ચર્ચા નથી કરી. ત્યારે મોરબી દુર્ઘટનાને લઈ સ્થાનિકોએ ભાજપ પ્રત્યે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. ચૂંટણી પૂર્વે મોરબીમાં ભાજપ વિરુદ્ધ બેનર લાગ્યા હતા જેમાં લખવામાં આવ્યું હતું કે જ્યાં સુધી મૃતકો અને ઘાયલોને ન્યાય નહીં મળે ત્યાં સુધી ભાજપને મત નહીં. 


મોરબીમાં ભાજપ વિરૂદ્ધ લાગ્યા બેનર 

આવતી કાલથી ગુજરાતમાં ચૂંટણી યોજાવાની છે. પહેલા તબક્કામાં 89 બેઠકો માટે મતદાન થવાનું છે. મોરબીની ત્રણ બેઠકો માટે પણ આવતી કાલે મતદાન થવાનું છે. પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે પરંતુ હવે મોરબીના સ્થાનિકોએ ભાજપને મત ન આપવાની અપીલ કરી છે. ભાજપે કાંતીલાલ અમૃતીયાને મોરબીના ઉમેદવાર તરીકે   જાહેર કર્યા છે. ત્યારે ચૂંટણી પહેલા ભાજપ વિરુદ્ધ બનેર લાગ્યા છે અને મોરબી હોનારતમાં મૃત્યુ પામેલા લોકોને ન્યાય નહીં મળે ત્યાં સુધી ભાજપને મત ન આપવાની વાત કહી છે. આ પ્રકારના બેનર લાગતા ભાજપ અને કાંતિલાલ અમૃતિયાની ચિંતામાં વધારો થયો છે.

માળીયા તાલુકાના ગામોને સિંચાઈની સુવિધા અપાવવા પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ  બાંયો ચઢાવી | Former MLA Kanti Amritiya raised left to provide irrigation  facilities to the villages ...

અમુક લોકો મતદારોને ભમ્રિત કરી રહ્યા છે  - કાંતિલાલ  અમૃતીયા

ભાજપના ઉમેદવારે આ અંગે પત્રકાર પરિષદ કરી હતી જેમાં તેમણે કહ્યું કે મોરબીમાં રાવણરાજ બંધ કરાવી આવનારા દિવસોમાં રામરાજ લાવું છે. ઉપરાંત તેમણે એવું પણ કહ્યું કે મોરબીમાં અમુક લોકો ખોટા સ્ટંટ અને દેખાવ કરી રહ્યા છે. અને મતદારોને ભ્રમિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

Morbi bridge collapse updates: Army, Air Force and Navy join NDRF for  rescue ops | Hindustan Times

મોરબી હોનારતમાં અનેક લોકોના થયા હતા મોત 

દિવાળીના તહેવાર દરમિયાન મચ્છુ નદી પર આવેલો ઝૂલતો બ્રિજ તૂટી પડ્યો હતો. આ ઘટનામાં અંદાજીત 130થી વધુ લોકોના મોત થયા હતા. કાર્યવાહીના ભાગ રૂપે તંત્રે નાના માણસોને સકંજામાં લીધા પરંતુ આ ઘટનામાં મોટા માથાઓ પર કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. મૃતકોને ન્યાય ન મળતા લોકોમાં મોરબી દુર્ઘટનાને લઈ ભારે રોષ જોવા મળી રહ્યો છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.