અનંત પટેલ પર હુમલા બાદ ભાજપ પર કર્યા પ્રહાર, કહ્યું આદિવાસીઓના હક માટે લડતા રહીશું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-22 12:15:40

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. ચૂંટણી નજીક આવતા તમામ રાજકીય પક્ષ એક્ટિવ મોડમાં આવી ગયા છે. આ બધા વચ્ચે થોડા સમય પહેલા આદિવાસી નેતા તરીકે પ્રખ્યાત અને કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર હુમલો થયો હતો. જે બાદ ગુજરાતની રાજનીતિ ગરમાઈ હતી. હુમલો થયા બાદ અનંત પટેલના સમર્થકોએ તેનો વિરોધ કર્યો હતો અને હુમલો કરનાર વિરૂદ્ધ પગલા લેવાય તે માગ સાથે ધરણા પ્રદર્શન કર્યું હતું. પોલીસે તમામને ડિટેઈન કર્યા હતા. ત્યારે અનંત પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી સી.આર.પાટીલ પર આક્ષેપ લગાડ્યા હતા. 

સી.આર.પાટીલ પર અનંત પટેલે લગાડ્યા આરોપ 

ગુજરાતમાં છેલ્લા અનેક સમયથી કોઈને કોઈ મુદ્દા પર રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે.ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોઈ પણ મુદ્દાને લઈ રાજનીતિ ગરમાતા વાર નથી લાગતી. ત્યારે થોડા સમય પહેલા કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર હુમલો થયો હતો. જે બાદ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જંગ છેડાઈ ગયો હતો. ધરણા પર બેઠેલા તમામ કાર્યકરોને પોલીસે ડિટેન કર્યા હતા. જે બાદ અનંત પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી પોતાની વાતને રજૂ કરી હતી. તેમણે પ્રેસ કોન્ફરન્સમાં આ હુમલો સી.આર.પાટીલ દ્વારા કરાવવામાં આવ્યો છે તેવા આક્ષેપો કર્યા હતા.

  

આદિવાસીઓના અધિકાર માટે લડતો રહીશ - અનંત પટેલ

અનંત પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી કહ્યું હતું કે આદિવાસીઓના જળ, જંગલ, અને જમીનનાં અધિકાર માટે હું લડતો રહીશ. કોંગ્રેસે ટ્વિટમાં કેપ્શન આપ્યું કે ના અમારા પૂર્વજો ડર્યા હતા, ના અમે ડરીશું. આદિવાસીઓના હક માટે લડતા રહીશું. ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસ ભાજપ પર આરોપ લગાડી રહી છે. આ આરોપને કારણે રાજનીતિ ફરી ગરમાઈ શકે છે.    



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.