જૂનાગઢમાં મહંત રાજ ભારતી બાપુનો ઓડિયો ક્લીપ વાયરલ, વીડિયો વાયરલ થતા મહંતે લીધું આ પગલું!


  • Published By :
  • Published Date : 2023-01-24 19:10:23

જૂનાગઢના એક સાધુનો વિવાદીત વીડિયો વાયરલ થયો હતો. સાધુનો વીડિયો અને ઓડિયો ક્લીપ વાયરલ થતા તેમણે પોતાને ગોળી મારી દીધી હતી. ભવનાથ વિસ્તારમાં આવેલા ભારતી આશ્રમના શિષ્ય અને ઝાંઝરડા રોડ પર આવેલા ખેતલીયા દાદા મંદિરના મહંત રાજભારતીબાપુએ પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે.     


બાપુનો દારૂ પીતો વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ 

સોશિયલ મીડિયા પર સાધુઓના અનેક વિડીયો વાયરલ થતા રહે છે. જેને કારણે વિવાદ સર્જાતો હોય છે. ત્યારે ખેતલીયા દાદા મંદિરના મહંત રાજભારતી બાપુનો વીડિયો તેમજ ઓડિયો ક્લીપ વાયરલ થયો હતો. વાયરલ થયેલા ઓડિયો ક્લીપમાં સાધુ મહિલાની સાથે પ્રેમલાપની વાતો કરી રહ્યા છે. થોડા સમય પહેલા જ બાપુના દારૂ પીતો વીડિયો થયો હતો. તે સિવાય ઓડિયો ક્લીપ પણ વાયરલ થઈ હતી.   

 

લાઈસન્સ વાળી બંદુકથી લમણે ગોળી મારી 

એવું માનવામાં આવે છે આ વીડિયો વાયરલ થવાને કારણે રાજભારતી બાપુએ આ પગલું ભર્યું હોઈ શકે છે. પોતાના ખડીયા ગામ સ્થિત વાડીમાં તેમણે પોતાની લાઈસન્સવાળી બંદુકથી પોતાના માથે ગોળી મારી દીધી હતી. લોહીલુહાણ હાલતમાં તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તે પૂર્વે જ તેમનું મોત થઈ ગયું હતું. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.   



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે