બાબા બાગેશ્વર મામલે કરણી સેનાએ ઝંપલાવ્યું, 'હિંદુ દીકરાનો કે સાધુ સંતનો વિરોધ કરશો તો જોયા જેવી થશે'


  • Published By :
  • Published Date : 2023-05-17 21:20:20

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો રાજકોટ ખાતે બે દિવસ માટે દિવ્ય દરબાર યોજાવાનો છે. રાજકોટમાં આગામી 1 અને 2 જૂનના રોજ દિવ્ય દરબાર યોજાશે. બાબા બાગેશ્વરના દિવ્ય દરબારની જાહેરાત શરૂ થતા જ નવો વિવાદ પણ શરૂ થયો છે. જો કે હવે કરણી સેના બાબા બાગેશ્વરના સમર્થનમાં આવી છે. બાબા બાગેશ્વરની દિવ્ય દરબારને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે કરણી સેનાએ વિરોધીઓને ચિમકી આપી છે.


શું કહ્યું કરણી સેનાના સૌરાષ્ટ્રના પ્રમુખે?


રાજકોટમાં યોજાનારા બાબા બાગેશ્વરના દિવ્ય દરબાર કરણી સેનાએ ખુલ્લેઆમ બચાવ કર્યો છે, અને તેમની સુરક્ષામાં ખડે પગે રહેવાની રણનીતિ તૈયાર કરી છે. કરણી સેનાના સૌરાષ્ટ્રના પ્રમુખ કૃષ્ણસિંહ જાડેજાએ નિવેદન આપ્યુ છે, તેમણે કહ્યું કે "જો કોઈ હિન્દુના દીકરાનો કે સાધુ સંતનો વિરોધ કરશે તો જોયા જેવી થશે, આગામી 1લી અને 2જી જૂનના રોજ બાબા બાગેશ્વર રાજકોટ આવશે ત્યારે કરણી સેના ખડે પગે રહેશે. કરણી સેનાએ કહ્યું - અમે પણ સનાતન ધર્મમાં માનીએ છીએ, અને જો બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો વિરોધ કરવામાં આવશે તો જોયા જેવી થશે".


કૃષ્ણરાજસિંહ જાડેજાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, 150 જેટલા કરણી સૈનિકો દ્વારા બાબાના દરબારનું રક્ષણ કરવામાં આવશે. તેમજ કાર્યક્રમમાં વિરોધ કરનારાઓને યોગ્ય જવાબ પણ કરણી સેના દ્વારા આપવામાં આવશે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે