જનસંઘ સમયના કાર્યકર બાબાકાકાનો હાથ ખેંચી સ્ટેજ પરથી દૂર કરાયા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-11 16:01:41

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે અંતિમ દિવસ છે ત્યારે ગઈકાલે તેઓ આણંદની મુલાકાતે હતા. આણંદના વલ્લભ વિદ્યાનગરમાં તેમણે વિશાળ જનસભા સંબોધી હતી. કાર્યક્રમ દરમિયાન જનસંઘ સમયના કાર્યકર મહેન્દ્ર પટેલ એટલે કે બાબાકાકા પ્રધાનમંત્રીને મળવા ગયા ત્યારે એક ઘટના ઘટી હતી જે તમારે જાણવા જેવી છે.

 

બાબાકાકાને સ્ટેજ પરથી ધક્કા મારી હટાવ્યા

જનસંઘ સમયના કાર્યકર મહેન્દ્ર પટેલ(બાબાકાકા)ને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સીઆર પાટીલે હાથ ખેંચીને સ્ટેજ પરથી દૂર કર્યા. બાબા કાકા પ્રધાનમંત્રી મોદી સાથે વાત કરવા ઈચ્છતા હતા. બાબાકાકાએ 15 વર્ષ સરપંચ અને 30 વર્ષ નપાના પ્રમુખ તરીકે સેવા આપી છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે