Banaskantha Loksabha : Geniben Thakor ફરી એક વખત દેખાયા આક્રામક, BJP ઉમેદવાર રેખાબેન ચૌધરી પર કર્યા પ્રહાર, સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-04-26 16:22:12

જેમ જેમ ગુજરાતમાં ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ ઉમેદવારો આક્રામક પ્રચાર કરતા દેખાઈ રહ્યા છે. બનાસકાંઠા લોકસભા બેઠક પર બંને પાર્ટીએ મહિલાને ટિકીટ આપી છે. ઈન્ડિયા ગઠબંધન તરફથી ગેનીબેન ઠાકોર ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે તો  ભાજપે ડો.રેખાબેન ચૌધરીને ટિકીટ આપી છે. બંને ઉમેદવારોએ પ્રચારનો ધમધમાટ શરૂ કરી દીધો છે. ગેનીબેન અનેક વખત આક્રામક દેખાયા છે ત્યારે ફરી એક વખત તેઓ આક્રામક દેખાયા છે. ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી પર આડકતરી રીતે પ્રહાર કર્યા છે. 

રેખાબેન ચૌધરી પર આડકતરી રીતે કર્યા પ્રહાર  

ગુજરાતની અનેક લોકસભા બેઠકો એવી છે જેની ચર્ચા અવાર-નવાર થતી રહી છે. એક બેઠક છે ભરૂચ લોકસભા બેઠક,બીજી છે રાજકોટ લોકસભા બેઠક તે સિવાય બનાસકાંઠા બેઠકની પણ ચર્ચા થતી હોય છે.. ઉમેદવારો દ્વારા કરવામાં આવતા નિવેદનોને કારણે આ બેઠક ચર્ચાનો વિષય બને છે. ત્યારે ગેનીબેન ઠાકોરે એક સભામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રેખાબેન ચૌધરી પર આડકતરી રીતે આરોપ લગાવ્યો હતોને કહ્યું હતું કે જે લોકો બહારથી આવીને બનાસકાંઠાના લોકોનું શોષણ કરે છે તેઓ અત્યારે તમારી સાથે છે. 

પીએમ મોદી કરવાના છે બનાસકાંઠામાં પ્રચાર 

વધુમાં તેમણે કહ્યું કે 7મી મેના મતદાન થઈ ગયા પછી કોઈ તમારો ફોન નહીં ઉપાડે. તેઓ માત્ર ચૂંટણી પૂરતા આવ્યા છે . પોતાના ભાષણમાં તેમણે કહ્યું હતું કે પૈસાથી લોકશાહી ખરીદી શકાતી નથી, પૈસા હોય કે સંસાધનો હોય , પણ એનાથી પ્રજાને ખરીદવા માટેની કોઈ તાકાત નથી. મહત્વનું છે કે ગેનીબેન ઠાકોર દ્વારા અનેક વખત પોલીસને લઈ નિવેદનો અપાયા છે. મહત્વનું છે કે પીએમ મોદી બનાસકાંઠાના ડિસામાં જનસભાને સંબોધવાના છે... ત્યારે જોવું રહ્યું કે બનાસકાંઠા બેઠકના મતદાતા કોને જીતાડે છે.? 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે