Banaskantha Loksabha Seat : Geniben Thakor માટે Chaitar Vasavaએ કર્યો પ્રચાર! મતદાતાને અપીલ કરતા કહ્યું કે...


  • Published By :
  • Published Date : 2024-05-05 16:18:46

ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. ગઠબંધન અંતર્ગત આપના નેતાઓ કોંગ્રેસના નેતાઓનો પ્રચાર કરી રહ્યા છે તો કોંગ્રેસના નેતાઓ આપના નેતાઓ સાથે દેખાય છે.. અનેક એવી બેઠકો છે જેની ચર્ચાઓ થતી હોય છે તેવી બેઠક છે ભરૂચ, બનાસકાંઠા, વલસાડ.. ત્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવાએ બનાસકાંઠાના ઉમેદવાર ગેનીબેન ઠાકોર માટે પ્રચાર કર્યો છે.

ચૈતર વસાવાએ કર્યો ગેનીબેન ઠાકોર માટે પ્રચાર

7મેના રોજ ગુજરાતમાં મતદાન થવાનું છે... ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે અને અનેક બેઠકો એવી છે જેની ચર્ચાઓ થતી હોય છે..બનાસકાંઠા લોકસભા બેઠક એવી છે જ્યાં બંને રાજકીય પાર્ટીએ મહિલાઓને ટિકીટ આપી છે. ભાજપે ડો.રેખાબેન ચૌધરીને ટિકીટ આપી છે અને ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ગેનીબેન ઠાકોરને ટિકીટ આપવામાં આવી છે. ગેનીબેન ઠાકોરે બનાસકાંઠામાં માહોલ બનાવ્યો છે તે વાત કહીએ તો અતિશયોક્તિ નથી. ત્યારે ચૈતર વસાવાએ ગેનીબેન ઠાકોર માટે પ્રચાર કર્યો છે.  


રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓએ સંબોધી છે જનસભા

મહત્વનું છે કે બનાસકાંઠામાં રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓએ જનસભાને સંબોધી હતી.. પીએમ મોદીએ બનાસકાંઠામાં પ્રચાર કર્યો હતો તે ઉપરાંત પ્રિયંકા ગાંધીએ પણ ત્યાં ગેનીબેન માટે પ્રચાર કર્યો હતો. ત્યારે જોવું રહ્યું કે બનાસકાંઠાના મતદાતા કોને જીતાડે છે?    



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે