19 નવેમ્બરે દેશભરમાં બેંક હડતાલ, ATM સહિતની સર્વિસ બંધ રહેતા લોકોને હાલાકી પડશે


  • Published By :
  • Published Date : 2022-11-08 16:31:24


અખિલ ભારતીય બેંક કર્મચારી સંઘ (AIBEA) એ 19 નવેમ્બરે બેંક હડતાલની જાહેરાત કરી છે. જેના કારણે આગામી સપ્તાહે સમગ્ર દેશમાં બેંકિંગ સેવાઓ ઠપ રહેશે. દેશમાં તમામ સરકારી બેંકો બંધ રહેતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડશે. વિવિધ બેંક સેવાઓ અને ATM સહિતની સર્વિસ પ્રભાવિત થશે.


શા માટે 9 નવેમ્બરે બેંક હડતાલ?


અખિલ ભારતીય બેંક કર્મચારી સંઘના મહાસચિવે ભારતીય બેંક સંઘને હડતાલની નોટિસ આપી છે. આ નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે તેમના સભ્યો તેમની માગને લઈને 19.11.2022 ને હડતાલ પર જઈ શકે છે. બેંક હડતાલથી તમામ રાષ્ટ્રિય બેંકોની શાખાઓ અને કાર્યાલયો બંધ રહેશે. બેંક ગ્રાહકોને પણ તેમના કામ 19 નવેમ્બર પહેલા પૂર્ણ કરી લેવાની સુચના આપવામાં આવી રહી છે.



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.