પ્રચાર માટે બનાસકાંઠા આવે તે પહેલા અરવિંદ કેજરીવાલ વિરૂદ્ધ લાગ્યા બેનર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-17 10:44:56

ગુજરાતમાં જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. દરેક પાર્ટી પોતાના પ્રચારમાં ધ્યાન આપી રહી છે. આમ આદમી પાર્ટીનો પ્રચાર કરવા અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ત્યારે ફરી એક વખત તેમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. પંજાબના મુખ્યમંત્રી સાથે તેઓ બનાસકાંઠાની મુલાકાત લેવાના છે. પરંતુ બનાસકાંઠાની મુલાકાતે આવે અને જનસભા સંબોધે તે પહેલા તેમના માટે વિરોધના સુર ઉઠ્યા હતા. આમ આદમી પાર્ટીના પોસ્ટર ફાડી નાખવામાં આવ્યા છે. તેમજ તેમના વિરોધમાં અનેક પોસ્ટર પણ લગાવવામાં આવ્યા છે.


પોસ્ટર ફાડી કર્યો અરવિંદ કેજરીવાલનો વિરોધ 

ચૂંટણીને ગણતરીનો સમય બાકી છે. જેને લઈ આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપ પોતાના પ્રચારમાં વ્યસ્ત બની છે. ભાજપનો પ્રચાર કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે તો આમ આદમી પાર્ટીનો પ્રચાર કરવા અરવિંદ કેજરીવાલ અવાર નવાર ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે. હાલ પણ અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ગયા વખતની જેમ આ વખતે પણ તેમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. 


બનાસકાંઠાના ડીસામાં તેઓ આપના ઉમેદવાર રમેશ ચૌધરીનો પ્રચાર કરવા આવવાના હતા. તેના સમર્થનમાં ઠેર ઠેર પોસ્ટર લાગ્યા હતા. પરંતુ પોસ્ટર ફાડી નાખવામાં આવ્યા છે. ઉપરાંત કેજરીવાલના વિરોધમાં પણ કેટલાક પોસ્ટરો લગાવાયા છે. જેમાં તેઓ દેશના બીજા મહંમદ અલી ઝીણા બનવા માગે છે? તેવા સવાલો પૂછવામાં આવ્યા છે.  

પોસ્ટર ફાટવા પર શું પ્રતિક્રિયા આપશે આમ આદમી પાર્ટી 

છેલ્લા ઘણા સમયથી અરવિંદ કેજરીવાલને આપને હિંદુ વિરોધી પાર્ટી ગણાવાનો પ્રયાસ થઈ રહ્યો છે.  અરવિંદ કેજરીવાલનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. ગોપાલ ઈટાલિયાના જૂના વીડિયો હાલ ઘણા વાયરલ થઈ રહ્યા છે. જેને લઈ રાજનીતિ ગરમાઈ રહી છે. દરરોજ કોઈને કોઈ વીડિયો તેમનો સામે આવી રહ્યો છે.  ત્યારે આપ હમેશાં પોતાના પર થતા પ્રહારને સકારાત્મક રીતે લઈ રાજનીતિ કરી રહ્યું છે ત્યારે આ પોસ્ટરનો જવાબ આમ આદમી પાર્ટી કેવી રીતે આપે છે તે જોવું રહ્યું.    


ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે