વરસાદ માટે રહેવું પડશે તૈયાર! જાણો વરસાદને લઈ શું કરવામાં આવી છે આગાહી, જાણો ક્યારે ક્યાં વરસી શકે છે વરસાદ?


  • Published By :
  • Published Date : 2023-06-09 11:28:58

કેરળમાં સત્તાવાર રીતે ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. ગુજરાતમાં ભલે ચોમાસાને સત્તાવાર રીતે આવવાની વાર હોય પરંતુ વાવાઝોડાને કારણે વરસાદની આગાહી ફરી એક વખત રાજ્ય માટે કરવામાં આવી છે. બિપોરજોય વાવાઝોડા પર સતત નજર હવામાન વિભાગ દ્વારા રાખવામાં આવી રહી છે. 11થી 13 જૂન વચ્ચે તીવ્ર ગતિએ પવન ફૂંકાશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. વાવાઝોડાને પગલે દરિયાકાંઠાથી દૂર રહેવા લોકોને અપીલ કરવામાં આવી છે. આ બધા વચ્ચે વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. 


વરસાદને લઈ હવામાન વિભાગે કરી આગાહી!

ગુરૂવારે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે વરસાદને લઈ આગાહી કરી છે. અમદાવાદમાં તેમજ ગાંધીનગર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. આગાહી પ્રમાણે 30-40 કિલોમીટરની ગતિથી પવન ફૂંકાશે જેને કારણે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્ર, અમરેલીમાં વરસાદ વરસશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.


આ જગ્યાઓ પર વરસશે વરસાદ!   

આગાહી પ્રમાણે શુક્રવારે નવસારી, વલસાડ તેમજ અમરેલીમાં વરસાદ વરસશે. શનિવારે સુરત, નવસારી, ડાંગ, વલસાડ, ભરૂચ, તાપી. જૂનાગઢ. અમરેલી, ભાવનગરમાં વરસાદ થશે. વડોદરા, સુરત, નવસારીમાં શનિવારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રવિવારે નર્મદા, ડાંગ, પોરબંદર. તાપી, નવસારી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે.   હાલ તો જે વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે તે વાવાઝોડાને કારણે આવી રહી છે. 


કેરળમાં ચોમાસાનું થઈ ગયું છે આગમન! 

જો ગુજરાતમાં ચોમાસાના આગમનની વાત કરવામાં આવે તો 20થી 25 જૂનની વચ્ચે ચોમાસાની પધરામણી થશે. કેરળમાં ચોમાસાની દસ્તક થાય તે બાદ દેશમાં ચોમાસાની વિધિવત રીતે શરૂઆત થઈ હોય છે. તારીખ 10,11 અને 12 દરમિયાન પણ રાજ્યમાં વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે જેમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોનો સમાવેશ કરવામાં આવ્યો છે. 11 અને 12 તારીખ દરમિયાન વરસાદની સંભાવનાઓના સ્થળોની સંખ્યા વધુ છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે