વરસાદના ત્રીજા રાઉન્ડ માટે રહો તૈયાર, હવામાન વિભાગે વરસાદને લઈ કરી છે આ આગાહી, તમારા ત્યાં વરસાદ થશે કે નહીં?


  • Published By :
  • Published Date : 2023-07-18 10:50:17

ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યમાં વરસાદના ત્રીજા રાઉન્ડ માટે તૈયાર રહેવું પડશે. 19 તેમજ 20 જુલાઈના રોજ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ સાથે આજે એટલે કે 18 જુલાઈના રોજ બે જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 23 જુલાઈ સુધી ગુજરાતમાં વરસાદની શક્યતાઓ છે. વરસાદને પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવાઈ છે. 


21 જુલાઈ સુધી જામશે વરસાદી માહોલ 

રાજ્યમાં મેઘમહેર જોવા મળી રહી છે. અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે જે મુજબ આગામી 6 દિવસ સુધી વરસાદી માહોલ રહેશે. ભાવનગર, ભરૂચમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગીર સોમનાથ, ભાવનગર, વલસાડ, નવસારી, સુરત તેમજ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ માછીમારોને 5 દિવસ માટે દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં 19 થી 21 જૂલાઈએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ અમદાવાદમાં 19 અને 20 જૂલાઈએ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.


આ તારીખે આ જિલ્લાઓમાં વરસી શકે છે વરસાદ 

આજે 18મી તારીખના રોજ સૌરાષ્ટ્ર, કચ્છ, દિવ, દમણ, દાદરાનગર હવેલી સહિત ગુજરાતનાં મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદ વરસવાની શક્યતાઓ છે. તે ઉપરાંત નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. 19 તારીખના રોજ સૌરાષ્ટ્ર, પોરબંદર, ભરૂચ, વલસાડ, દિવ દમણ, દાદરાનગર હવેલી, કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 20 જુલાઈના રોજ દાદરાનગર હવેલી, સૌરાષ્ટ્ર સહિત મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. 21મી તારીખના રોજ માટે કરવામાં આવેલી આગાહી મુજબ સૌરાષ્ટ્ર, દમણ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. 



અંબાલાલ પટેલે પણ વરસાદને લઈ કરી છે આગાહી 

23 તારીખ સુધી સમગ્ર ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા છે. ગીરસોમનાથ, અમરેલી, જુનાગઢ, ભાવનગરમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. આ સાથે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં જેમકે વલસાડ, નવસારી, સુરતમાં ભારે વરસાદ થઇ શકે છે. આજથી ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. તે સિવાય હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ભારે વરસાદને લઈ આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થશે. આ ઉપરાંત તેમણે જણાવ્યુ કે, દરિયાકાંઠાના વિસ્તારોમાં અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ થશે. જામનગરમાં ભારે વરસાદ થવાની આશંકા છે. તે ઉપરાંત મોરબી, સુરેન્દ્રનગર, કચ્છ, મધ્ય ગુજરાત, પંચમહાલમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે