ચૂંટણી પેહલા કોંગ્રેસની પણ વાયદાની લાહણી શરૂ !!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-30 18:37:10


ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે ગમે તે ઘડીએ જાહેર થઇ શકે છે. ત્યારે આગામી ચૂંટણીમાં જીત હાંસલ કરવા તમામ રાજકીય પક્ષો દિવસ-રાત એક કરીને કામગીરીમાં જોતરાયા છે. વધુમાં ભાજપ, કોંગ્રેસ અને આપ સહીતના પક્ષો વચનોની લ્હાણી કરી મતદારોને રિઝવવા પ્રયાસો કરી રહ્યા છે.  તેવામાં ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્વે રાહુલ ગાંધીએ ટ્વીટ કરી 3 મોટા વાયદાઓ આપ્યા છે.


સરકારી કર્મચારીઓને આપ્યો વાયદો !!

રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને માહિતી આપી અને સરકારીકર્મીઓ માટે 3 મોટા વાયદાઓ કર્યા છે સરકારી નોકરીઑમાં કોન્ટ્રાક્ટકર્મીઓને કાયમી નોકરીની ગેરંટીનુ વચન આપવામાં આવ્યું છે. વધુમાં જૂની પેંશન યોજના લાગુ કરવાનો પણ રાહુલ ગાંધીએ વાયદો કર્યો છે. ઉપરાંત સરકારી કર્મચારીઓને સમયસર પ્રમોશનનો પણ વાયદો કરવામાં આવ્યો છે. વધુમાં રાજસ્થાન જેવો ગુજરાતના સરકારી કર્મચારીઓને લાભ આપશુ. તેવો રાહુલ ગાંધીએ ટ્વીટમાં ઉલ્લેખ કર્યો છે.


ચૂંટણી પેહલા વાયદાઓની લાહણી 


AAP કેટલાય સમયથી ગેરંટીઓના લીધે ચર્ચામાં છે ત્યારે  કોંગ્રેસ પણ જેમ આમ આદમી પાર્ટીએ પંજાબમાં ચૂંટણી પહેલા વાયદા કર્યા હતા તે પેટર્ન ગુજરાતમાં અનુસરી રહી હોય તેમ લાગી રહ્યું છે. મહત્વનું છે કે આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ ખેલાશે જેને લઇને ગુજરાત કોંગ્રેસ એક્ટિવ મોડમાં આવી ગયુ છે. 




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે