ચૂંટણી પેહલા નેતાઓના આંટાફેરા શરૂ, અમિતશાહ ફરી ગુજરાત પ્રવાસે !!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-22 13:30:02


આજે અમિત શાહ ગુજરાતના વલસાડ ખાતે પોહચી ગયા છે . તેમણે આજે  8 જિલ્લાઓના પ્રમુખો અને કાર્યકરો સાથે આવનારી વિધાનસભાની ચૂંટણીને લઈને ઉમેદવારોના નામો ઉપર ચર્ચા કરશે આવનારી વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ ઇચ્છુક ઉમેદવારોના નામો ઉપર ચર્ચા કરવામાં આવશે. વલસાડ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતના ઉમેદવારો અને પીઢ કાર્યકરો સાથે બેઠક કરશે.


કાર્યક્રમાં કોણ ઉપસ્થિત રેહશે ????


ચૂંટણી અંગેની બેઠકમાં કાર્યક્રમમાં જેમાં કેન્દ્રીય ગુહ મંત્રી અમિત શાહ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, રાજ્ય ગુહ મંત્રી હર્ષ સંઘવી સહિત રાજ્યના તમામ મંત્રીઓ અને પ્રદેશના ભાજપ અગ્રણીઓ વલસાડ ખાતે કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેશે.




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે