લોકસભા ઈલેક્શન પહેલા Ahmedabadની આ શાળાને બોમ્બથી ઉડાવવાની મળી ધમકી! પોલીસ દોડતી થઈ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-05-06 13:30:37

આવતી કાલે ગુજરાત સહિત દેશની અનેક બેઠકો પર મતદાન થવાનું છે.. થોડા દિવસ પહેલા દિલ્હીની અનેક શાળાને ઉડાવવાની ધમકી ઈ-મેલ દ્વારા આપવામાં આવી હતી.. બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા તંત્ર દોડતું થઈ ગયું હતું ત્યારે દિલ્હી જેવી ઘટના અમદાવાદમાં બની છે.. અમદાવાદની અનેક શાળાને પણ ઉડાવવાની ધમકી આપવામાં આવી છે ઈમેલના માધ્યમથી..સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા ઈમેલ મળ્યા બાદ તંત્ર દ્વારા તપાસની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.. 


શાળાના ઓફિશિયલ ઈમેલ આઈડી પર મળ્યો ધમકી ભર્યો મેલ 

બોમ્બથી ઉડાવી દેવાની ધમકી થોડા દિવસ પહેલા દિલ્હીની શાળાને આપવામાં આવી હતી. ધમકીભર્યા ઈમેલ મળ્યા બાદ તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો હતો.. ત્યારે દિલ્હી જેવી ઘટનાનું પુનરાવર્તન અમદાવાદમાં બન્યું છે.. અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી. શહેરની અનેક સ્કૂલોને તેમના ઓફિશિયલ ઈમેલ પર ધમકી ભર્યા મેસેજ આવ્યા.. મળતી માહિતી અનુસાર ઈમેઈલ મળ્યા બાદ તંત્ર દ્વારા સ્કૂલોમાં બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ મોકલી દેવામાં  આવી છે અને તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે..


આ શાળાઓને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી!

મળતી માહિતી અનુસાર જે સ્કૂલોને ધમકીભર્યો ઈમેલ મોકલવામાં આવ્યો છે તે છે ઘાટલોડિયાની આનંદ નિકેતન અને ચાંદખેડાની કેન્દ્રીય વિદ્યાલય, ઘાટલોડિયાની અમૃતા સ્કૂલ, ચાંદખેડાની કેન્દ્રીય વિદ્યાલય, શાહીબાગની આર્મી કેન્ટોનમેન્ટ સ્કૂલને ધમકીભર્યો ઈ-મેઈલ મળ્યો હતો. આ બાદ સાયબર ક્રાઈમ અને ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી. મહત્વનું છે કે આવતી કાલે ગુજરાતમાં લોકસભા બેઠક માટે મતદાન થવાનું છે...      



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે