સત્ર પહેલા શંકર ચૌધરીએ સફાઈ અભિયાનમાં લીધો ભાગ, રાષ્ટ્રપુરુષોની પ્રતિમાઓને કરી સાફ


  • Published By :
  • Published Date : 2023-02-23 13:28:34

ગાંધીનગરમાં બજેટ સત્રનો આજથી પ્રારંભ થવાનો છે. બજેટ સત્ર શરૂ થાય તે પહેલા વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી ચર્ચામાં આવ્યા છે. સત્રની શરૂઆત થાય તે પહેલા શંકર ચૌધરીએ સફાઈ અભિયાનમાં ભાગ લીધો હતો. વિધાનસભા સંકૂલમાં આવેલી પ્રતિમાઓને સાફ કરી હતી. મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને વિઠ્ઠલભાઈ પટેલની પ્રતિમાઓની સફાઈ કરતા નજરે પડ્યા હતા.  શંકર ચૌધરીને ત્યાં જોતા સફાઈ કર્મચારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા. સફાઈ માટે શંકર ચૌધરીએ હાથમાં ઝાડુ લીધું હતું.

 


શંકર ચૌધરીએ કરી પ્રતિમાઓની સાફ સફાઈ 

સમગ્ર દેશમાં સફાઈ અભિયાન ચલાવામાં આવી રહ્યું છે. ત્યારે ગુજરાત વિધાનસભા સત્રની શરૂઆત આજથી થઈ ગઈ છે. બજેટ સત્ર હોબાળાથી ભરેલું રહેશે તેવી ચર્ચાઓ ચાલી રહી હતી પરંતુ તે બધા વચ્ચે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી ચર્ચામાં આવ્યા છે. સત્રની શરૂઆત થાય તે પહેલા વિધાનસભા સંકુલમાં સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું હતું જેમાં અનેક પ્રતિમાઓને સાફ કરવામાં આવી હતી. સાફ સફાઈ અભિયાનમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી પણ સામેલ થયા હતા અને જાતે સાફ સફાઈ કરી હતી. સાફ સફાઈ કરતો તેમનો વીડિયો સામે આવ્યો છે. 




ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.