બંગાળ: રાષ્ટ્રપતિના અપમાનનો વિવાદ, ભાજપના સાંસદ લોકેટ ચેટર્જીએ મમતા બેનર્જી સરકારના મંત્રી વિરુદ્ધ નોંધાવી ફરિયાદ


  • Published By :
  • Published Date : 2022-11-13 12:56:30

મમતા બેનર્જીના મંત્રી અખિલ ગિરીની રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓ જોર પકડી રહી છે.

મમતા બેનર્જીના મંત્રી અખિલ ગિરીની રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓ જોર પકડી રહી છે. બીજેપી સાંસદ લોકેટ ચેટર્જીએ આજે ​​આ મામલે નવી દિલ્હીના નોર્થ એવેન્યુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ચેટરજીએ આઈપીસી અને એસસી-એસટી એક્ટની કલમો હેઠળ ગિરી વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવા અને એફઆઈઆર નોંધવાની વિનંતી કરી છે.


રાસ્ટ્રપતિ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીનો વિડિયો વાઇરલ થયો હતો

મમતા બેનર્જી જવાબ આપો:લોકેટ ચેટર્જી

લોકેટ ચેટર્જીએ કહ્યું કે મમતા બેનર્જીએ આ મામલે જવાબ આપવો જોઈએ. અખિલ ગિરી તેમની સરકારમાં મંત્રી છે, તેમને તાત્કાલિક બરતરફ કરવા જોઈએ. આ સિવાય તેમણે દિલ્હી આવીને માફી માંગવી જોઈએ. SC-ST સમુદાય વિરુદ્ધ જાહેરમાં ટિપ્પણી કરવી એ TMC મંત્રીઓની વાસ્તવિક ભાવના છે.


સ્મૃતિ ઈરાનીએ કહ્યું- મમતા બેનર્જી ક્યારે અખિલ ગિરીને પાર્ટીમાંથી હટાવશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણીના કિસ્સામાં, કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ શનિવારે પૂછ્યું કે મમતા બેનર્જી ક્યારે અખિલ ગિરીને પાર્ટીમાંથી હાંકી કાઢશે. ઈરાનીએ કહ્યું કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી ટીએમસી મંત્રી અખિલ ગિરીની રાષ્ટ્રપતિ મુર્મુ વિરુદ્ધ કરેલી ટિપ્પણી અંગે કંઈ બોલી રહ્યા નથી. અમે તે મંત્રીની વાત સાંભળવા માંગતા નથી, અમે જાણવા માંગીએ છીએ કે મમતાજી ક્યારે અખિલ ગિરીને પાર્ટીમાંથી હાંકી કાઢશે.



દેશમાં આજે પ્રથમ તબક્કા માટે મતદાન યોજાયું હતું. 102 બેઠકો પર મતદાનની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. સૌથી વધારે મતદાન પશ્ચિમ બંગાળમાં થયું છે. ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે.

સાબરકાંઠા લોકસભા બેઠક પર અપક્ષ તરીકે ભુપેન્દ્રસિંહ ઝાલાએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે. સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપે ઉમેદવારને બદલ્યા હતા. હવે સાબરકાંઠાના ઉમેદરવાર શોભનાબેન બારૈયાને આપી છે.

ગુજરાતમાં ફરી એક વખત પેપરલીકની ઘટના બની છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીક થયું હોવાનો દાવો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા કરવામાં આવ્યો છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો.

ભરૂચ લોકસભા બેઠકની ચર્ચા થતી હોય છે. ચૈતર વસાવા અને મનસુખ વસાવા આ બેઠકના ઉમેદવાર છે જ્યારે છોટુ વસાવાની પાર્ટીના ઉમેદવાર દિલીપ વસાવાએ પણ ઉમેદવારી નોંધાવી છે. ત્રિ પાંખીયો જંગ જામવાનો છે.