કોંગ્રેસે પોતાના ધારાસભ્યો ભાજપ માટે‘સેલ’ પર રાખ્યા છે: AAP નેતા ભગવંત માન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-02 15:27:07

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આમ આદમી પાર્ટીના નેતાઓએ તેમનું પ્રચાર અભિયાન જોરશોરથી શરૂ કરી દીધું છે.  આપના કન્વિનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ  કેજરીવાલ, રાઘવ ચઢ્ઢા અને પંજાબના આપના મુખ્યમંત્રી ભગવંત માન રાજ્યના વિવિધ ભાગોમાં ચૂંટણી અભિયાન ચલાવી રહ્યા છે. ભગવંત માને આજે સુરેન્દ્રનગરમાં  ભાજપ અને કોંગ્રેસને નિશાન બનવી આકરા પ્રહારો કર્યા હતા. 


ભગવંત માને તેમના આગવા અંદાજમાં કર્યો પ્રચાર


ભગવંત માને જનસભાને સંબોધતા કહ્યું કે કોંગ્રેસે પોતાના MLA સેલ પર રાખ્યા છે. જેને વેચી વેચીને તેઓ રૂપિયા કમાય છે. પહેલા કોંગ્રેસે દેશને વેચી દીધો અને હવે ભાજપ સાથે સેટિંગ કરીને પ્રજાને મૂર્ખ બનાવે છે. ભગવંત માને ભાજપને નિશાન બનાવતા કહ્યું કે ભાજપના નેતાઓએ રેલવે સ્ટેશનથી લઈ વિમાનો અને એરપોર્ટ સુધી વેચી નાખ્યા છે. તેમણે મોટાભાગે જ બધુ વેચી નાખ્યું છે. તેમણે કહ્યું કે જ્યાં AAPની સરકાર બને છે ત્યાં ભાજપ અને કોંગ્રેસનો સફાયો થઈ ગયો છે. જનતા એવું ઝાડુ ચલાવે છે કે બંને પાર્ટીઓનો આ સ્થળેથી સફાયો જ થઈ જાય છે.


વૃક્ષો પાંદડાઓને ખેરવી દે છે તેમ સરકારને બદલો


ભગવંત માને જણાવ્યું કે ગુજરાતમાં ભાજપના 27 વર્ષના શાસન અંગે ભગવંત માને કહ્યું કે આ સરકાર જેટલા વર્ષ રહી છે તેટલામાં તો બે પેઢીઓ બદલાઈ ગઈ છે. વૃક્ષો પણ પાનખરમાં પાંદડાઓને ખેરવી દે છે તેમ સરકારને બદલીને જનતાએ ચેન્જ લાવવો જોઈએ. ભગવંત માને ખુબ આત્મવિશ્વાસથી આપની સરકાર બનશે એવો દ્રઢ નિર્ધાર વ્યક્ત કર્યો હતો. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.