ભારત બાયોટેકને મોટો આર્થિક ફટકો, ગ્રાહકના અભાવે કોવેક્સીનના 5 કરોડ ડોઝ નકામા થશે


  • Published By :
  • Published Date : 2022-11-06 17:46:21


ભારતમાં કોરોના કાળ દરમિયાન કરોડો લોકોએ ભારત બાયોટેકની વેક્સિન કોવેક્સીનના ડોઝ લઈને નવજીવન મેળવ્યું હતું. જો કે હવે કોરોનાએ વિદાય લીધી છે ત્યારે કોવેક્સીન રસીની નિર્માતા કંપની ભારત બાયોટેકને મોટો આર્થિક ફટકો પડે તેવી શક્યતા છે. રસીની (Vaccine) માગ ઓછી હોવાને કારણે આ વર્ષની શરૂઆતમાં સાત મહિના પહેલા જ કોવેક્સીનનું ઉત્પાદન રોકી દેવામાં આવ્યું હતું.


કોવેક્સીન રસીનો કોઈ ગ્રાહક નથી


કોરોનાની વિદાય બાદ રસીની માંગ ઘટી છે, ઓછી માગને કારણે રસીનો કોઈ ગ્રાહક નથી, જેથી ભારત બાયોટેક પાસે કોરોના રસીના લગભગ 5 કરોડ ડોઝ વેચાણ વગર પડી રહ્યા છે. શીશીઓમાં કોવેક્સીનના ડોઝનો ઉપયોગ કરવાની સમય મર્યાદા 2023ની શરૂઆતમાં સમાપ્ત થવાની છે. આ વર્ષની શરૂઆતમાં, ભારત બાયોટેકે રસીની ઓછી માગને કારણે બે-ડોઝ કોવેક્સીન રસીનું ઉત્પાદન બંધ કરી દીધું હતું. જો કે, તેણે 2021ના ​​અંત સુધીમાં એક અબજ ડોઝનું ઉત્પાદન કર્યું હતું. કંપનીના સૂત્રોએ જણાવ્યું કે ભારત બાયોટેક પાસે જથ્થાબંધ કોવેક્સીનના 20 કરોડથી વધુ ડોઝ છે અને બોટલમાં લગભગ 5 કરોડ ડોઝ ઉપયોગ માટે તૈયાર છે.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.