દેશમાં તમામ ફર્ટિલાઈઝરની માત્ર એક જ 'ભારત' બ્રાન્ડ, ક્વોલિટી અને કિંમત પણ નિર્ધારીત કરાઈ


  • Published By :
  • Published Date : 2022-11-12 18:10:57


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે તેલંગાણામાં ફર્ટિલાઈઝર પ્લાન્ટનું ઉદઘાટન કર્યું હતું. પીએમ મોદીએ આ પ્લાન્ટના ઉદઘાટન સમારોહમાં કહ્યું કે હવે દેશમાં માત્ર એક જ પ્રકારનું યુરિયા હશે. ભારતમાં યુરિયાની માત્ર એક જ બ્રાન્ડ હશે, બ્રાંડની કિંમત અને ક્વોલિટી પણ નિર્ધારીત કરવામાં આવી છે. મોદીએ તેલંગાણાના રામાગુંડમમાં નિર્મિત RFCLના આ પ્લાન્ટની મુલાકાત પણ લીધી હતી. 


વન નેશન વન ફર્ટિલાઈઝર યોજના શું છે?


મોદી સરકારે દેશમાં એક જ છત નીચે તમામ કૃષિ સામગ્રી સસ્તા દરે મળી શકે તેવી વ્યવસ્થા કરી છે. આજ યોજનાના ભાગરૂપે  દેશમાં સિંગલ બ્રાન્ડ 'ભારત' ના નામ હેઠળ વેચી શકાશે. આ યોજના હેઠળ, તમામ પ્રકારના ખાતરો, પછી તે યુરિયા, ડીએપી અથવા એનપીકે, એક જ બ્રાન્ડ નામ “ભારત” હેઠળ વેચવામાં આવશે. ખેડૂતોને આ યોજનાથી સમયસર ફર્ટિલાઈઝરનો જથ્થો મળી શકશે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે