ભારે વરસાદને કારણે જમ્મુ-કાશ્મીરમાં રોકાઈ ગઈ ભારત જોડો યાત્રા


  • Published By :
  • Published Date : 2023-01-25 16:03:50

રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે.  તેમની યાત્રા જમ્મુ-કાશ્મીર પહોંચી છે. 30 જાન્યુઆરીના રોજ આ યાત્રા સંપન્ન થવાની છે. ત્યારે ભારે વરસાદને કારણે આ યાત્રા સ્થગિત કરવામાં આવી છે. રામબનમાં ભારે વરસાદ થવાને કારણે હવે આ યાત્રા પોતાનો સફર 27 તારીખે શરૂ કરશે. આવતી કાલે ગણતંત્ર દિવસ હોવાને કારણે યાત્રા મોકૂફ રાખવામાં આવી છે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે ટ્વિટ કરી આ અંગેની માહિતી આપી હતી. 


અનેક રાજ્યોમાંથી પસાર થઈ છે યાત્રા   

કન્યાકુમારીથી રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા શરૂ કરી હતી. જમ્મુ-કાશ્મીર ખાતે આ યાત્રા પૂરી થવાની છે. આ યાત્રા પોતાના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. જમ્મુ-કાશ્મીરમાં આ યાત્રા ચાલી રહી છે. યાત્રાનો આજે 131મો દિવસ છે. આ યાત્રા અનેક રાજ્યો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોથી પસાર થઈ છે. 30 જાન્યુઆરીના રોજ આ યાત્રા પૂર્ણ થવાની છે.


ભારે વર્ષાને કારણે યાત્રા કરાઈ સ્થગિત 

ઉત્તરભારતના અનેક રાજ્યોમાં હિમવર્ષા તેમજ વર્ષા થઈ રહી છે. ત્યારે જમ્મુ-કાશ્મીરમાં ભારે વર્ષા થઈ રહી છે. ભારે વર્ષા થવાને કારણે રાહુલ ગાંધીની યાત્રા આજ માટે સ્થગિત કરવામાં આવી છે. આવતી કાલે ગણતંત્ર દિવસ હોવાને કારણે યાત્રાને મોકૂફ રાખવામાં આવી છે. 27 જાન્યુઆરી સવારે 8 વાગ્યે આ યાત્રા ફરી શરૂ થશે. શ્રીનગર ખાતે આ યાત્રાનું સમાપન થવાનું છે.   



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે