ભારત જોડો યાત્રા કરશે જમ્મુ -કાશ્મીરમાં એન્ટ્રી, સ્વાગતમાં હશે અનેક નેતાઓ


  • Published By :
  • Published Date : 2023-01-19 14:37:44

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા આજે જમ્મુ-કાશ્મીર પહોંચવાની છે. કન્યાકુમારીથી કાશ્મીર સુધી આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. યાત્રા પોતાના અંતિમ પડાવ પર આજે પહોંચવાની છે. મળતી માહિતી અનુસાર કઠુઆ ખાતે રાહુલ ગાંધી રાત્રી રોકાણ કરવાના છે. યાત્રા પઠાણકોટથી જમ્મુ-કાશ્મીરમાં પ્રવેશ કરશે.   

ભારત જોડો યાત્રા જે રાજ્યમાં ફરી રહી હતી ત્યાં જ કોંગ્રેસની ભૂંડી હાર થઇ;  અગાઉ કોંગ્રેસ પાસે હતી આ બેઠક | DeshGujarat

આજે જમ્મુ-કાશ્મીરમાં થશે યાત્રાની એન્ટ્રી 

કન્યાકુમારીથી રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રાની શરૂઆત કરી હતી. આ યાત્રા અનેક રાજ્યોમાંથી પસાર થઈ છે. યાત્રાને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. લાખોની સંખ્યામાં લોકો યાત્રામાં જોડાઈ રહ્યા છે. આજે આ યાત્રા જમ્મુ-કાશ્મીરમાં પ્રવેશ કરવાની છે. ત્યારે સુરક્ષાદળોએ સુરક્ષામાં વધારો કર્યો છે. 

30 જાન્યુઆરીએ સમાપ્ત થશે યાત્રા 

જમ્મુ-કાશ્મીર કોંગ્રેસની પ્રભારી રજની પટેલે જણાવ્યું હતું કે ફારૂક અબદુલ્લા, પીડીપી પ્રમુખ મહબૂબા મુફ્તી, સીપીએમ નેતા યૂસુફ તારિગીમી અને શિવસેના નેતા સંજય રાઉત રાહુલ ગાંધીનું સ્વાગત કરશે. 30 જાન્યુઆરીના રોજ એક વિશાલ રેલી નિકળશે અને તે બાદ યાત્રાનું સમાપન થશે.  




ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.