Bharuch Loksabha Seat : ચૈતર વસાવાના સમર્થનમાં દેખાયા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ShaktiSinh Gohil, Chaitar Vasavaએ કર્યું શક્તિપ્રદર્શન!


  • Published By :
  • Published Date : 2024-04-17 17:17:45

લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.. ઉમેદવારોએ નામાંકન ભરવાની શરૂઆત પણ કરી દીધી છે. ગુજરાત માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. 26 લોકસભા બેઠકોમાંથી 24 બેઠકો પર કોંગ્રેસે પોતાના ઉમેદવાર ઉતાર્યા છે જ્યારે બે બેઠકો પર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર ઉતાર્યા છે. ભાવનગર લોકસભા પર ઉમેશ મકવાણાને જ્યારે ભરૂચ લોકસભા બેઠક પર ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી છે.. ઉમેશ મકવાણાએ ગઈકાલે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું જ્યારે આજે ચૈતર વસાવા નામાંકન દાખલ કરાવવા ગયા હતા.

  

કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ પણ હતા હાજર

જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ઉમેદવાર દ્વારા પ્રચંડ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ઉમેદવારી ફોર્મ ભરવા જતા પહેલા ઉમેદવાર દ્વારા શક્તિપ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજે જ્યારે ચૈતર વસાવા ઉમેદવારી ફોર્મ ભરવા ગયા હતા ત્યારે કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ પણ હાજર હતા. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. ચૈતર વસાવા જ્યારે ઉમેદવારી ફોર્મ ભરવા ગયા હતા ત્યારે મોટી સંખ્યામાં તેમના સમર્થકો ત્યાં હાજર હતા.


આ બેઠક પર જામવાનો છે ત્રિ-પાંખીયો જંગ 

મહત્વનું છે કે ભરૂચ લોકસભા બેઠક અનેક વખત ચર્ચાનું કેન્દ્ર બનતું હોય છે. ભાજપે આ વખતે મનસુખ વસાવાને રિપીટ કર્યા છે તો ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ટિકીટ આપી છે. આ બેઠક પર ત્રિ પાંખીયો જંગ જામવાનો છે કારણ કે છોટુ વસાવાએ પણ  ઉમેદવારને ઉતારવાની જાહેરાત કરી છે. ત્યારે જોવું રહ્યું કે આ બેઠક પર કોની જીત થાય છે? 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે