ભાવનગર: ઓઈલ ટેન્કરમાંથી વિદેશી દારૂની 10,536 બોટલ અને બિયરના 1,872 ટીન ઝડપાયા


  • Published By :
  • Published Date : 2023-12-01 19:53:02

રાજ્યમાં દારૂબંધીના કાયદાના લગભગ દરરોજ લીરેલીરા ઉડાડવામાં આવે છે. બુટલેગરો રાજ્યના કોઈ પણ શહેરમાં વિદેશી દારૂની હેરફેર કરી શકે તેટલા શક્તિશાળી બન્યા છે. પોલીસના તમામ પ્રયાસો છતાં પણ રાજ્યમાં બેરોકટોક રીતે દારૂની હેરાફેરી થતી જ રહે છે. જેમ તે આજે ભાવનગરની નારી ચોકડી નજીક પોલીસે વોચ ગોઠવીને અમદાવાદ તરફથી આવી રહેલા એક ઓઈલ ટેન્કરને ઝડપી પાડ્યું હતું. પોલીસે ટેન્કની ટાંકીમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 10,536 બોટલ અને બિયરના 1872 ટીન જપ્ત કર્યા હતા. 


બાતમીના આધારે કાર્યવાહી


ભાવનગરની વરતેજ પોલીસને બાતમી મળી હતી કે એક ઓઈલ ટેન્કરમાં વિદેશી દારૂના મોટા જથ્થાની હેરાફેરી થવાની છે. આ દારૂનો જથ્થો રાજસ્થાનથી મંગાવવામાં આવ્યો હતો અને ભાવનગરમાં એક શખ્સને સોંપવાનો હતો. આ બાતમીના આધારે પોલીસે તે ઓઈલ ટેન્કરને નારી ચોકડી નજીક રોક્યું હતું, આ શંકાસ્પદ  જી જે 02 એ ઝેડ- 9223 નંબરના ઓઈલ ટેન્કરની તપાસ કરતા તેમાંથી દારૂ અને બિયરનો મોટો જથ્થો હાથ લાગ્યો હતો. પોલીસે ટેન્કરના ચાલક સહિત રાજસ્થાનના બે શખ્સની અટકાયત કરી છે. પોલીસે આ લોકો વિરૂધ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી શરૂ કરી છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે