રાજ્યના બહુચર્ચિત ડમીકાંડમાં ભાવનગર SOGની કાર્યવાહી, પ્રથમવાર એક યુવતી અને સગીર ઝડપાયા


  • Published By :
  • Published Date : 2023-06-26 22:56:52

ગુજરાતના બહુચર્ચિત એવા ભાવનગર ડમીકાંડમાં હવે વધુ એક ધરપકડ થઇ છે. ભાવનગર પોલીસે આજે એક મહિલા અને એક સગીરની ધરપકડ  કરી છે. ભાવનગર SOGની ટીમે આ કાર્યવાહી કરી છે જેમાં જે મહિલાની ધરપકડ થઇ છે તે તળાજા તાલુકાના સથરા ગામના જીજ્ઞાબેન ધાંધલા છે. અને તે એક સગીર છે. બંનેના નામ ભરતનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIRમાં છે. 


સંડોવણી કઈ રીતે સામે આવી?


આખા કાવતરમાં બંનેની સંડોવણી એ પ્રકારની છે કે જીજ્ઞાબેનની જગ્યાએ 2022માં ધોરણ 10ની પરીક્ષા મિલન બારૈયાએ આપી હતી, અને જે એક સગીર પકડાયો છે, તેની ધોરણ-12ની પરીક્ષા પણ મિલન બારૈયાએ આપી હતી. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે, અને જેમ જેમ તપાસ વધી રહી છે તેમ તેમ આરોપીઓની સંખ્યા વધતી જાય છે. હવે આરોપીઓની સંખ્યા 60ની આસપાસ પહોંચી છે.


સત્તાના સ્થાને બેસેલા લોકોને સમન્સ ક્યારે ?


આ સમગ્ર ડમીકાંડને ઉજાગર કરનાર યુવરાજસિંહ જાડેજાને ભાવનગર પોલીસે સમન્સ પાઠવ્યું હતું અને તે પછીથી ડમીકાંડના આરોપીઓ પાસેથી ઉમેદવારો પાસેથી તોડ કરવાના આરોપસર જેલમાં છે. જો કે તેમના જામીન અંગેના કોઇ સમાચાર નથી. ત્યારે ભાવનગરની પોલીસને એક સવાલ બિલકુલ કરવો છે કે જ્યારે આ કાંડ ચાલી રહ્યું હતું ત્યારે જે લોકો સત્તાના સ્થાને બેસેલા હતા તેમને ક્યારે સમન્સ પાઠવશો?



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે