ભાવનગર SOGએ યુવરાજસિંહને ડમી કાંડ મામલે પાઠવ્યું સમન્સ, પોલીસ સામે હાજર થતા પહેલા યુવરાજસિંહે આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું યુવરાજસિંહે


  • Published By :
  • Published Date : 2023-04-19 10:09:17

ડમી કાંડ મામલામાં પ્રતિદિન નવા વળાંકો આવી રહ્યા છે. થોડા દિવસ પહેલા ભાવનગર પોલીસ દ્વારા ડમી કાંડ મામલે કાર્યવાહી કરવામાં આવી હતી. 36 જેટલા લોકો વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી અને આ મામલે આરોપીઓ પણ ઝડપાયા છે. આ મામલે તપાસ પણ કરવામાં આવી રહી છે. આ મામલે એસઆઈટીની પણ રચના કરવામાં  આવી છે. આ બધા વચ્ચે યુવરાજસિંહ પર નામ છૂપાવવા માટે પૈસા લીધા હોવાના આક્ષેપો પણ લગાડવામાં આવી રહ્યા છે. ત્યારે એસઓજીએ યુવરાજસિંહને સમન્સ પાઠવ્યું છે જેને લઈ પોલીસ સમક્ષ યુવરાજસિંહ હાજર થશે. 

  

પોલીસની સમક્ષ હાજર થતાં પહેલા યુવરાજસિંહે કર્યું ટ્વિટ!

ત્યારે ભાવનગર એસઓજીએ આ મામલે યુવરાજસિંહને સમન્સ પાઠવ્યું છે. યુવરાજસિંહને પોલીસ સ્ટેશનમાં હાજર થવાનું છે. પોલીસ સમક્ષ હાજર થાય તે પહેલા યુવરાજસિંહે એક વીડિયો ટ્વિટ કર્યો છે. તેમણે કટાક્ષ કર્યો છે કે ચાલો અધિકૃત રીતે ઘરે મામાનું તેડું આવી ગયું છે. ભાવેણાના જમાઈની સ્વાગતની તૈયારીઓ થઈ ચૂકી છે. સાથે સાથે એક વીડિયો પણ શેર કર્યો છે જેમાં તેઓ કહી રહ્યા છે કે ભલે મને જેલમાં નાખી દો, હું સત્ય સાબિત કરીને બતાવીશ.      



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે