ભાવનગર યુનિવર્સિટી પેપર લીક મામલે થયો મોટો ખુલાસો! આ વ્યક્તિના ફોનમાંથી પેપર થયું હતું લીક?


  • Published By :
  • Published Date : 2023-04-04 13:21:32

ગુજરાતમાં પેપર લીક થવાનું જાણે સામાન્ય બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. થોડા સમય પહેલા જૂનિયર ક્લાર્કનું પેપર લીક થયું હતું. તેની ચર્ચાઓ શાંત થઈ ન હતી ત્યારે રવિવારે ભાવનગર યુનિવર્સિટીનું પેપર લીક થયા હોવાના સમાચાર મળ્યા હતા.બી.કોમના છઠ્ઠા સેમેસ્ટરનું પેપર લીક થયું હોવાનો દાવો યુવરાજસિંહ દ્વારા કરવામાં આવ્યો હતો. જે બાદ યુનિવર્સિટીના સત્તાધીશો હરકતમાં આવ્યા હતા. આ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. આ મામલે 24 કલાક બાદ કમિટીની રચના કરવામાં આવી હતી. 3 સભ્યોની કમિટી બનાવવામાં આવી છે જેમાં બે ઈસી અને સબરજીસ્ટરનો સમાવેશ થાય છે. મળતી માહિતી અનુસાર જી.એલ.કાકડિયા કોલેજનું પરીક્ષા કેન્દ્ર રદ્દ કરવામાં આવ્યું છે. 


આ મામલે 3 સભ્યોની ટીમ કરશે તપાસ   

માર્ચ દરમિયાન અનેક યુનિવર્સિટીમાં પરીક્ષાઓ લેવામાં આવતી હોય છે. ત્યારે ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીમાં પણ પરીક્ષા ચાલી રહી હતી. પરંતુ એ બધા વચ્ચે છઠ્ઠા સેમેસ્ટરનું બીકોમ પેપર લીક થયું હતું તેવો દાવો યુવરાજસિંહ દ્વારા કરવામાં આવ્યો હતો. પેપર શરૂ થાય તેના થોડા કલાકો પહેલા મોબાઈલમાં આ પેપર વાયરલ થયું હતું તેવો દાવો કરવામાં આવ્યો હતો. સ્ક્રીનશોર્ટના ફોટા તેમણે ટ્વિટ કર્યા હતા. આ મામલે સરકારને પણ રજૂઆત કરવામાં આવી હતી. જે બાદ ત્રણ સભ્યોની કમિટીની રચના કરવામાં આવી છે. અને પેપર કઈ રીતે ફૂટ્યા તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.


આ વ્યક્તિના ફોનમાંથી પેપર થયું હતું લીક!

આ મામલે એક સમાચાર મળી રહ્યા છે. જેમાં એવું કહેવામાં આવ્યું છે કે જી.એલ. કાકડીયા કોમર્સ કોલેજના ઈન્ચાર્જ પ્રિન્સિપલના ફોનમાંથી પેપરનો ફોટો લીક થયો છે. આ વાત અને આ સમચાર હાલ મળી રહ્યા છે. જે બાદ પોલીસ દ્વારા આ મામલે કાર્યવાહી કરવામાં આવી રહી છે. મળતી માહિતી અનુસાર પોલીસે સરદાર પટેલ ઈન્સ્ટિટ્યૂટના સંચાલન હેઠળ ચાલતી જી.એલ.કાકડિયા કોલેજના અમિત ગાલાણીની અટકાયત કરી લીધી છે. ઉપરાંત ભરતનગરના વિદ્યાર્થીઓની પણ અટકાયત કરી લેવામાં આવી છે.  ત્યારે આવનાર સમયમાં પેપર ના ફૂટે તેવી વ્યવસ્થા તેમજ આ મામલે કડક કાર્યવાહી કરવી જોઈએ.  




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે