ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદ પર જીવલેણ હુમલો, દેવબંદમાં અજાણ્યા લોકોએ કાફલા પર કર્યું ફાયરિંગ


  • Published By :
  • Published Date : 2023-06-28 18:34:11

ઉત્તર પ્રદેશના દેવબંદમાં ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર પર જીવલેણ હુમલો થયો છે. તેમની કમરમાં ગોળી વાગી છે, તેમને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ ભીમ આર્મી ચીફ પોતાની કારમાં કોઈ કાર્યક્રમમાં જઈ રહ્યા હતા. આ દરમિયાન તેમના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતા જ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.


સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા


એસપી દેહાંત સાગર જૈને જણાવ્યું કે ચંદ્રશેખર આઝાદ દેવબંદની ગાંધી કોલોનીમાં કોઈને મળવા ગયા હતા. ત્યાંથી નીકળતી વખતે બે યુવકોએ તેના પર ગોળીબાર કર્યો હતો, આ ગોળીબારમાં છરા વાગવાથી તે ઘાયલ થયા હતા. હુમલાખોરો કારમાં નાસી ગયા હતા. તેમને દેવબંદની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ હુમલાખોરોની શોધમાં છે.



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.