ભૂપેન્દ્ર પટેલની સાસુનું થયું નિધન, પરિવારજનોની હાજરીમાં સાદગીથી કરાઈ અંતિમવિધી


  • Published By :
  • Published Date : 2023-01-23 12:28:07

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સાસુમાનું અવસાન થયું છે. ગાંધીનગરના નિવાસ સ્થાને મુખ્યમંત્રીના સાસુમા શાંતાબેનનું મોડી રાત્રે અવસાન થઈ ગયું છે. સેક્ટર 30 ખાતે આવેલા સ્મશાનગૃહમાં તેમના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. પરિવારજનોની હાજરીમાં સાદગી અને શાસ્ત્રોક્ત વિધીથી તેમના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા.  


94 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ 

સીએમના સાસુ મુખ્યમંત્રીની સાથે ગાંધીનગરના સીએમ હાઉસ ખાતે રહેતા હતા. મોડી રાત્રે શાંતાબેનનું નિધન થઈ ગયું હતું. ગાંધીનગરના સેક્ટર 30 ખાતે આવેલા સ્મશાન ગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પરિવારજનોની હાજરીમાં સાદગી પૂર્ણ રીતે તેમના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. 1984માં ભૂપેન્દ્ર પટેલના લગ્ન હેતલબેન સાથે થયા હતા. હેતલબેન તેમના માતા પિતાના એક માત્ર સંતાન હતા. એકના એક સંતાન હોવાથી પિતાના અવસાન બાદ હેતલબેનની માતા તેમની સાથે રહેતા હતા. ભૂપેન્દ્ર પટેલના સાસુ છેલ્લા 15 વર્ષથી તેમની સાથે રહેતા હતા. 94 વર્ષની ઉંમરે તેમનું નિધન થયું છે.       



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે