BJP સામે આદિવાસીઓની નારાજગી વચ્ચે AAPમાં કદ્દાવર આદિવાસી નેતા જોડાયા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-22 18:51:36

પાર તાપી લિંક પ્રોજેક્ટના કારણે અને બુલેટ ટ્રેનમાં જમીન સંપાદન મામલે અનેક ગુજરાત આદિવાસીઓ સરકારથી નારાજ છે ત્યારે આમ આદમી પાર્ટીમાં આજે પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાની ઉપસ્થિતિમાં દાહોદના આદિવાસી નેતા પૂનાભાઈ બારિયા જોડાયા હતા. 


કોણ છે પૂના બારિયા?  

આદિવાસીઓ ભાજપ સરકારના યોજનાના કારણે નારાજ છે ત્યારે લાગી રહ્યું છે કે આમ આદમી પાર્ટી તેનો ભરપૂર ફાયદો લેવા માગે છે. દાહોદ વિસ્તારના આદિવાસી ચહેરા એટલે કે પૂના બારિયાને આપે પોતાની પાર્ટીમાં સામેલ કર્યા હતા. પૂના બારિયા ભૂતપૂર્વ આદિવાસી અગ્રણી અને લીમખેડા વિધાનસભામાં જૂના ઉમેદવાર છે. તેમણે 2012ની વિધાનસભા ચૂંટણીમાં 52 હજારથી વધુ મત મેળવ્યા હતા. 


ગોપાલ ઈટાલિયાએ શું કહ્યું?

પૂના બારિયાને આમ આદમી પાર્ટીનો ખેસ પહેરાવી ગોપાલ ઈટાલિયા(Gopal Italia)એ જણાવ્યું હતું કે, ભાજપના લોકો હિંસાની રાજનીતિ પર ઉતરી આવ્યા છે. અનેક આગેવાનો આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે. ભાજપની અંદર ડરનો માહોલ છવાઈ ગયો છે માટે લોકો આપમાં જોડાઈ રહ્યા છે, જનતાએ પણ ઝાડુ ચલાવવાનું નક્કી કરી લીધું છે.   


પૂના બારિયાએ શું પ્રતિક્રિયા આપી?

મારી વિધાનસભા લિમખેડા છે. તો મને લાગ્યું કે આપનું કામ અને કાર્યશૈલી અમને પસંદ આવી. અમને પણ લાગી રહ્યું છે કે ગુજરાતને પરિવર્તનની જરૂર છે. વિકાસના કામો આપ જ કરી શકશે કારણ કે તમામ સમાજોને સાથે લઈને ચાલે છે.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે