બિપોરજોય ઈફેક્ટ: એસટી વિભાગે સૌરાષ્ટ્ર તરફ જતી 350થી વધુ બસો કરી રદ


  • Published By :
  • Published Date : 2023-06-13 19:59:39

વિનાશક વાવાઝોડું બિપોરજોય ગુજરાતના સમુદ્ર કિનારા તરફ ધસી રહ્યું છે. વાવાઝોડાની ભયાનક અસરને લઈ રાજ્યના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. આ જ કારણે એસટી વિભાગે પણ ઘણી બસોના રુટ ટૂંકાવ્યા છે જ્યારે અનેક બસો રદ કરી છે. એસટી વિભાગે સૌરાષ્ટ્ર તરફ જતી 350થી વધુ એસટી બસો રદ કરવામાં આવી છે.  60 બસના રૂટ ટૂંકાવાયા છે. જામનગર, પોરબંદર, સોમનાથ, દ્વારકા જિલ્લાના રૂટ પર એસટી વ્યવહાર સદંતર ઠપ્પ કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે વાવાઝોડાની અસરના કારણે રેલવે વિભાગે અનેક ટ્રેનો રદ કરી છે. 


જામનગર ST વિભાગે 16 રૂટ બંધ કરી


બિપરજોય વાવાઝોડાના પગલે જામનગર એસટી વિભાગે મોટો નિર્ણય કર્યો છે.  વાવાઝોડાની સંભવિત અસરના કારણે જામનગર એસટી વિભાગે 16 રૂટ બંધ કરી છે.  જામનગરથી, દ્વારકા, વેરાવળ, પોરબંદર રૂટ સદંતર બંધ કરવામાં આવ્યા છે.  ઉપરાંત કાંઠા વિસ્તારના ગ્રામ્ય વિસ્તારના રૂટ પણ બંધ કરવામાં આવ્યા છે. 


બે દિવસ એસટી બસોના રૂટ રદ


બિપોરજોય વાવઝોડાને પગલે હિંમતનગર વિભાગીય એસટી કચેરી દ્વારા એસટી બસોના રુટો રદ કરવામાં આવ્યા છે.  એસટી વિભાગીય કચેરીના 8 ડેપોના 18 એસટી બસોના રુટ રદ કરાયા છે.  સાબરકાંઠા,અરવલ્લી અને ગાંધીનગર જિલ્લાના 8 ડેપોના 18 એસટી બસોના રુટ રદ કરાયા છે. 14 અને 15 જૂન બે દિવસ એસટી બસોના રૂટ રદ કરાયા છે.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે