આકાશમાંથી બિપોરજોય વાવાઝોડું આવું લાગે! વાવાઝોડાનો વીડિયો અવકાશયાત્રીએ શેર કર્યો જે થઈ ગયો વાયરલ! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-06-15 09:34:42

15 જૂનના રોજ ગુજરાત પર બિપોરજોય નામનું વાવાઝોડું ટકારાઈ શકે છે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. વાવાઝોડાની સૌથી વધારે અસર કચ્છ, દ્વારકા સહિત અનેક વિસ્તારોમાં જોવા મળી શકે છે. વાવાઝોડાને પગલે તમામ અપડેટ આપવામાં આવી રહી છે. ત્યારે બિપોરજોય આકાશમાંથી કેવું દેખાય છે તેનો વીડિયો સામે આવ્યો છે. આકાશથી 400 કિમી દૂરથી વાવાઝોડાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

      

વાદળોને કારણે ઢંકાઈ ગયો દરિયો!

અરબ સાગરમાં સર્જાયેલું વાવાઝોડું ગુજરાત તરફ સતત આગળ વધી રહ્યું છે. વાવાઝોડાને કારણે અનેક દરિયાઓમાં ઉંચા મોજા ઉછળી રહ્યા છે. તો કોઈક દરિયામાં કરંટ પણ જોવા મળી રહ્યો છે. વાવાઝોડા પર સતત કવરેજ આપવામાં આવી રહ્યો છે. ત્યારે વાવાઝોડું આકાશમાં કેવું લાગે છે તેનો વીડિયો સામે આવ્યો છે. વિકરાળ રૂપ ધારણ કરી વાવાઝોડું સતત આગળ વધી રહ્યું છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે વાદળોને કારણે દરિયો ઢંકાઈ જાય છે.

 તસવીરમાં જોઈ શકાય છે કે, ખૂબ મોટું ચક્રવાત છે. વાદળોના સમૂહ ચક્રવાતને ફરતે દેખાઈ રહ્યા છે. આ દૃશ્ય જોઈને જ વાવાઝોડાની ગંભીરતાનો અંદાજો લગાવી શકાય તેમ છે. (Credit: @Astro_Alneyadi)

થોડા સમયની અંદર આકાશી દ્રશ્યોનો વીડિયો થયો વાયરલ!

મૂળ સાઉડી અરેબિયાના અવકાશયાત્રી સુલતાન અલ્નેદીએ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી વીડિયો શેર કર્યો છે. એ વીડિયોમાં આકાશમાંથી વાવાઝોડું કેવું દેખાય છે તે દર્શાવવામાં આવ્યું છે. અરબી સમુદ્રમાં સર્જાયેલુ વાવાઝોડું વિકરાળરૂપ લઈ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જે વીડિયો શેર કરવામાં આવ્યો છે તે હજારો લોકો સુધી પહોંચી ગયો છે. અવકાશયાત્રી દ્વારા શેર કરવામાં આવેલો વીડિયો માત્ર થોડા સમયમાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો. 

 બિપરજોય વાવાઝોડાની વાત કરીએ તો, હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, વાવાઝોડું આવતીકાલે એટલે કે 15મી જૂને જખૌ પાસે દરિયાકાંઠે અથડાશે. આ ઉપરાંત વાવાઝોડાને કારણે હવાની ઝડપ 150 કિલોમીટર પ્રતિ કલાકની હશે તેવું જણાવ્યું હતું. (Credit: @Astro_Alneyadi)

તંત્ર પરિસ્થિતિને પહોંચી વળવા છે સજ્જ!

મહત્વનું છે કે વાવાઝોડું આજ સાંજ સુધી ગુજરાતમાં ટકરાઈ શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગુજરાત પર તોળાતા સંકટને ધ્યાનમાં રાખી તંત્ર પણ એક્ટિવ મોડમાં આવી ગયું છે. બચાવ કામગીરી કરવા ટીમોને સ્ટેન્ડબાય કરવામાં આવી છે. વાતાવરણમાં પણ પલટો જોવા મળી રહ્યો છે. ત્યારે વાવાઝોડાનો જે  વીડિયો સામે આવ્યો છે તે ડરાવી દે તેવો છે.       



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે