સત્યેન્દ્ર જૈનનો વીડિયો વાયરલ કરી ભાજપે લગાવ્યા આરોપ, કહ્યું આ જેલમાં નહીં રિસોર્ટમાં હોય તેવું લાગે છે


  • Published By :
  • Published Date : 2022-11-23 10:02:01

મની લોંડરિંગ કેસમાં સજા ભોગવી રહેલ સત્યેન્દ્ર જૈનનો વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. હજુ તો બોડી મસાજ કરવાતો વીડિયોનો વિવાદ શાંત નથી થયો ત્યારે જૈનનો વધુ એક વીડિયો વાયરલ થયો છે જેમાં તેઓ પોતાના સેલમાં સારૂ ભોજન લેતા નજરે પડે છે. ભાજપે આ વીડિયોને શેર કર્યો છે. જેમાં એક વ્યક્તિને તેમને જમવાનું પીરસતો નજરે પડે છે.

 

જેલમાં નહી પરંતુ કોઈ રિસોર્ટમાં હોય તેવું લાગી રહ્યું છે - ભાજપ

સત્યેન્દ્ર જૈન હાલ તિહાડ જેલમાં પોતાની સજા ભોગવી રહ્યા છે. થોડા સમયથી તેમના એક બાદ એક વીડિયો સામે આવી રહ્યા છે. પહેલા બોડી મસાજ કરવાતો સીસીટીવી ફૂટેજ વાયરલ થયા હતા ત્યારબાદ ફરી એક વખત જેલમાં સારૂ ભોજન કરી રહ્યા હોય તેવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ તેમને ભોજન પીરસતો નજરે પડે છે. ભાજપે આ વીડિયો શેર કરી આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા છે. ભાજપે કહ્યું કે જેલમાં શાનદાર ખાવાનું પીરસવામાં આવી રહ્યું છે. એવું લાગી રહ્યું છે કે એ જેલમાં નહી પરંતુ કોઈ રિસોર્ટમાં હોય. જેલના સૂત્રો પ્રમાણે જેલમાં રહી સત્યેન્દ્ર જૈનનું વજન વધી ગયું છે જ્યારે તેમના વકીલનું કહેવું છે કે તેમનું વજન ઘટી ગયું છે.

ભાજપે આપ પર કર્યા પ્રહાર

થોડા દિવસો પહેલા સત્યેન્દ્ર જૈનનો વીડિયો વાયરલ થયો હતો જેમાં એક વ્યક્તિ તેમની બોડી મસાજ કરતો નજરે પડે છે. મસાજ કરનાર વ્યક્તિને લઈ આરોપ લગાવવા આવ્યો હતો કે મસાજ કરનાર વ્યક્તિ બળાત્કારનો આરોપી છે. ત્યારે આ વીડિયોને લઈને પણ ભાજપે ફરી એક વખત આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા હતા.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે