ત્રિપુરા-નાગાલેન્ડમાં ભાજપ ગઠબંધનને મળ્યો બહુમત, પરિણામ બાદ ભાજપ મુખ્યાલયમાં કરાઈ હતી ભવ્ય ઉજવણી


  • Published By :
  • Published Date : 2023-03-03 09:05:59

ત્રિપુરા, નાગાલેન્ડ તેમજ મેઘાયલ વિધાનસભા ચૂંટણીના પરિણામો ગઈ કાલે આવ્યા હતા. ત્રિપુરામાં 16 ફેબ્રુઆરીએ મતદાન યોજાયું હતું જ્યારે નાગાલેન્ડ અને મેઘાલયમાં મતદાન 27 ફેબ્રુઆરીના રોજ યોજાયું હતું. ત્રિપુરા અને નાગાલેન્ડમાં ભાજપને બહુમતી મળી છે જ્યારે નાગાલેન્ડમાં ભાજપ ગઠબંધનની જીત થઈ છે. નાગાલેન્ડમાં ભાજપ સંગઠનને 37 સીટ મળી છે જ્યારે ત્રિપુરામાં ભાજપને 33 સીટ મળી છે. જ્યારે મેઘાલયમાં કોઈ પણ પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી નથી.




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે