ભાજપે રાજ્યસભાની 4 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કર્યા!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-06-04 21:06:49

૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના  નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી. 

રાજ્યસભા માટે આવનારા સમયમાં ગુજરાતમાં ૪ બેઠકો માટે ચૂંટણીઓ યોજાવાની છે. ત્યારે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચારેય બેઠકો પર ઉમેદવારોના નામોની જાહેરાત કરી દેવામાં આવી છે. છોટાઉદેપુરથી મુકેશ રાઠવા , ગીરસોમનાથથી માનસિંહ પરમાર , રાજુ શુક્લા અને જાંખભાળિયાથી જીતેન્દ્ર કણજરીયાને ભાજપે ઉમેદવાર બનાવ્યા છે.  ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની અંતિમ તારીખ 8 જૂન છે. વિધાનસભાના વર્તમાન સંખ્યાબળને જોતા ભાજપ આ ચારેય બેઠકો સરળતાથી જીતી શકે તેમ છે. જો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) પોતાના ઉમેદવારો મેદાનમાં નહીં ઉતારે, તો ભાજપના તમામ ઉમેદવારો બિનહરીફ વિજેતા બની શકે છે. આ ૪ બેઠકો માટે ૧૮ જૂનના રોજ મતદાન યોજાશે.  આ પછી મતગણતરી પણ ૧૮ જૂને જ થશે .

ભારતીય જનતા પાર્ટીએ સૌકોઈને ચોંકાવી દીધા છે. આગામી ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીઓમાં આદિવાસી વિસ્તારમાં પોતાનો જનાધાર મજબૂત કરવા ભાજપે છોટાઉદેપુરથી મુકેશ રાઠવાને તક આપી છે. આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટીઓમાં આ આદિવાસી બેલ્ટમાં ભાજપને નુકશાન થયું છે. ખાસ કરીને નર્મદા જિલ્લા અને છોટાઉદેપુર જિલ્લામાં ભાજપને નુકશાન થયું છે. આ ઉપરાંત , માનસિંહ પરમાર અને જીતેન્દ્ર કણજરીયાને ભાજપે ઉમેદવાર બનાવ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ આ ચાર બેઠકો પર મહિલાને સ્થાન નથી આપ્યું. ભાજપે નો રિપીટ થિયરી અપનાવી છે.  આ તમામ ઉમેદવારો એકસાથે આગામી સમયમાં ઉમેદવારીપત્રક ભરશે. ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર એવું થશે કે , કોંગ્રેસ પાસે કોઈ જ બેઠક નઈ હોય. આ ઉપરાંત , કોંગ્રેસ પાસે માત્ર ૧૨ બેઠકો છે માટે પક્ષ કોઈ ઉમેદવાર ઉભો નઈ રાખે આ કારણે , આ ચારે ચાર બેઠકો બિનહરીફ જાહેર થાય તેવી પુરેપુરી સંભાવના છે. 

જીતેન્દ્ર કણજરીયા ગુજરાતના ⁠દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાજપ (BJP) ના અગ્રણી નેતા અને કાર્યકર છે. તેઓ ખંભાળિયા અને કલ્યાણપુર વિસ્તારના વિવિધ સામાજિક અને રાજકીય કાર્યક્રમોમાં સક્રિય રહ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી સમિતિના ચેરમેન રહી ચૂક્યા છે. ખંભાળિયાના પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ કણઝારિયાના પુત્ર છે. 2021માં કોરોનાના કારણે મેઘજીભાઈ કણઝારિયાનું અવસાન થયું હતું. માનસિંહ પરમાર ગીર સોમનાથના વતની અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના અગ્રણી નેતા છે, જેઓ હાલમાં ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ તરીકે સેવા આપી રહ્યા છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે