ભાજપે ઉમેદવારોના નામની કરી જાહેરાત, અમદાવાદ શહેરમાં માત્ર 3 ઉમેદવારોને જ કરાયા રિપિટ


  • Published By :
  • Published Date : 2022-11-10 14:53:38

ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. પોતાની પ્રથમ યાદીમાં 160 ઉમેદવોરાના નામ જાહેર કરાયા છે. ભાજપે આ વખતે નો રિપીટ થિયરી પર વધારે ફોક્સ કર્યું છે. જેને કારણે મેગાસીટી માટે ભાજપે આ થિયરી અપનાવી છે. જેને કારણે અનેક દિગ્ગજ નેતાઓના નામ કપાયા છે. જ્યારે અમદાવાદ માટે ભાજપે માત્ર 3 ઉમેદવારોને જ રિપીટ કર્યા છે. ભાજપે ઘાટલોડિયાથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રિપીટ કર્યા છે,  અમરાઈવાડીથી હસમુખ પટેલ તેમજ દસ્કોઈથી બાબુ જમના પટેલને રિપિટ કરાયા છે.   

આ ત્રણ ઉમેદવારને કરાયા રિપિ

પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરતા પહેલા ભાજપે ઉમેદવારો માટે ઘણી બેઠકો કરી હતી. બુધવારે મળેલી બેઠકમાં ઉમેદવારોના નામની ચર્ચા કરવા આવી હતી જે બાદ આજે ભાજપે 160 ઉમેદવારોના નામની જાહેરાત કરી રહી છે.  ભાજપે અમુક ઉમેદવારોને જ રિપિટ કર્યા છે અને નવા ઉમેદવારોને તક આપી છે. અમદાવાદમાં મુખ્યમંત્રી, અમરાઈવાડીથી હસમુખ પટેલ,  ઉપરાંત બાબુ જમના પટેલને ફરી એક વખત ટિકિટ આપવામાં આવી છે.


આ વખતે કોને કોને અપાઈ છે ટિકિટ

2017થી ઘાટલોડિયાથી ભૂપેન્દ્ર પટેલને જાહેર કરવામાં આવ્યા હતા જ્યારે આ વખતે પણ ભૂપેન્દ્ર પટેલને ટિકિટ આપવામાં આવી છે. એલિસબ્રિજ પરથી 2017માં રાકેશ શાહને ટિકિટ અપાઈ હતી જ્યારે આ વખતે અમિત શાહને ટિકિટ આપવામાં આવી છે. કૌશિક પટેલને નારણપુરાથી 2017માં ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા જ્યારે આ વખતે જીતેન્દ્ર પટેલને ટિકિટ આપવામાં આવી છે. નિકોલથી 2017માં જગદીશ પંચાલને ટિકિટ આપવામાં આવી હતી જ્યારે આ વખતે જગદીશ વિશ્વકર્માને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. 

2017માં બલરામ થાવાણીને નરોડાથી ટિકિટ અપાઈ હતી જ્યારે આ વખતે ડોં. પાયલ કુકરાણીને ટિકિટ આપવામાં આવી છે. બાપુનગરથી આ વખતે દિનેશ કુશવાને ટિકિટ આપવામાં આવી છે જ્યારે 2017માં જગરૂપસિંહ રાજપૂતને ટિકિટ આપવામાં આવી હતી. અમરાઈવાડીથી હસમુખ પટેલને રિપિટ કરવામાં આવ્યા છે. મણીનગરથી આ વખતે અમૂલ ભટ્ટને સુરેશ પટેલની જગ્યાએ ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. 

નરેશ વ્યાસને આ વખતે દાણી લીમડાથી ટિકિટ આપવામાં આવી છે જ્યારે 2017માં ગિરિશ પરમારને ટિકિટ આપવામાં આવી હતી. સાબરમતીથી ડોં. હર્ષદ પટેલને ટિકિટ આપવામાં આવી છે. અસારવાથી દર્શનાબેન વાઘેલાને ટિકિટ આપવામાં આવી છે જ્યારે 2017માં આ સીટ પ્રદિપ પરમારની હતી. ઠક્કરબાપા નગરમાં આ વખતે કંચન રાદડિયાને ટિકિટ આપવામાં આવી હતી જ્યારે 2017માં આ સીટ પર વલ્લભ કાકડીયાને ઉતારવામાં આવ્યા હતા, અમિત ઠાકોરને આ વખતે વેજલપુરથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.      




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.