ભાજપે વધુ છ ઉમેદવારોના નામ જાહેર કર્યાં, ખંભાળીયાથી મુરૂ બેરા, કુતિયાણાથી ઢેલિબેન આડેદરાને ટીકિટ આપી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-12 10:18:49


ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ને માત્ર થોડાજ દિવસો બાકી છે. ત્યારે ભાજપે પણ પોતાના 160 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી હતી. આજે વધુ 6 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ખંભાળિયાથી મૂળુ બેરા, કુતિયાણાથી ઢેલીબેન ઓડેદરા, ધોરાજીથી મહેન્દ્ર પાડલિયા, ભાવનગર પૂર્વથી સેજલ પંડ્યા, દેડિયાપાડાથી હિતેશ વસાવા, ચોર્યાસીથી સંદીપ દેસાઈને ટીકિટ આપવામાં આવી છે.

ભાજપે ગુરૂગોવિદ યુનિવર્સિટી ગોધરા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ તથા રાજકોટ જિલ્લા ભાજપમાં પૂર્વ પ્રમુખ રહી ચૂકેલા ડો. મહેન્દ્ર પાડલીયાને ધોરાજી બેઠક પર ટીકિટ આપી છે. જ્યારે ભાવનગર પૂર્વ પરથી વિભાવરી બહેન દવેની ટીકિટ કપાઈ છે. જ્યારે સી.આર,પાટીલના ગઢ સુરતની ચોર્યાસી બેઠક પરથી ઝંખના પટેલનું પત્તુ કપાયું છે. તેના સ્થાને સંદીપ દેસાઈને ટિકિટ મળી છે.


ધોરાજીમાં હવે થશે જંગ 

ધોરાજી બેઠક પર કોંગ્રેસમાંથી લલિત વસોયાને રીપિટ કરવામાં આવ્યાં છે. ભાજપે કડવા પટેલની આ જૂની સીટ કબજે કરવા શિક્ષિત ઉમેદવાર તરીકે મહેન્દ્ર પાડલીયાને ઉમેદવાર જાહેર કર્યા છે. ધોરાજી-ઉપલેટા બેઠક ઉપર કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાને હરાવી શકે તેવા ઉમેદવાર માટે ગતમોડી રાત સુધી દિલ્હીમાં મનોમંથન ચાલ્યુ હતુ.અગાઉ કડવા પટેલ પાસે રહેલી બેઠક 2017માં ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે