દિલ્હી મોડલ પર ભાજપના આપને સવાલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-16 16:27:04

ગુજરાત વિધાનસભા જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ આક્ષેપ-પ્રતિઆક્ષેપો વધી રહ્યા છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં પોતાની રાજનીતિ કરિયર શરૂ કરવા તત્પર બની છે. જેને લઈ અનેક વખત દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે વારંવાર આવી રહ્યા છે. ભાજપ અને આપ વચ્ચે આરોપ-પ્રતિઆરોપ લગાવાઈ રહ્યા છે. ત્યારે યજ્ઞેશ દવેએ ફરી એક વખત RTI કરી આપ પર પ્રહાર કર્યા છે.

યજ્ઞેશ દવેએ RTI કરી મેળવી જાણકારી

ભાજપના સ્ટેટ મીડિયા કન્વિયર યજ્ઞેશ દવેએ અનેક વખત RTI કરી આપ સરકાર પર પ્રશ્ન ઉઠાવ્યા છે. આ વખતે તેમણે ટ્વિટ કરી આક્ષેપ કર્યા છે. આ પહેલા યજ્ઞેશ દવેએ RTI કરી દિલ્હીમાં નોકરી વિશે તેમજ આયુષ્માન ભારત યોજના લાગૂ ન કરવા વિશે માહિતી મેળવી અરવિંદ કેજરીવાલ સરકાર પર પ્રહાર કર્યા છે.


સરકારની કામગીરી વિશે સામાન્ય લોકોને જાણકારી મળે તે માટે RTIની શરૂઆત કરવામાં આવી હતી પરંતુ રાજકીય પાર્ટીઓ પોતાના ફાયદા માટે આનો ઉપયોગ કરશે તેતો કોઈએ વિચાર્યું પણ નહીં હોય. 

   



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે