દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા પર બીજેપીનો પ્રહાર,પોસ્ટર રિલીઝ કરીને 'લુટેરા' લખ્યું


  • Published By :
  • Published Date : 2022-11-13 09:16:17

દિલ્હીના ઉપમુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના નેતા મનીષ સિસોદિયા પર ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા રવિવારે વધુ એક પ્રહાર કરવામાં આવ્યો છે. બીજેપીના દિલ્હી યુનિટે તેમને 'લુટેરા' કહ્યા છે.

Manish Sisodia Biography- Early Life, Political Career, Activism, Reforms,,  And More

બીજેપીના દિલ્હી યુનિટે રવિવારે સવારે ટ્વિટર પર પોસ્ટર રિલીઝ કર્યું. ફિલ્મ અભિનેતા રણવીર સિંહની ફિલ્મ લૂંટેરાના પોસ્ટરમાં મનીષ સિસોદિયાના ચહેરા સાથે છેડછાડ કરવામાં આવી છે.


ભાજપે આબકારી નીતિમાં કથિત કૌભાંડના સંદર્ભમાં AAP નેતા પર આ પ્રહાર કર્યો છે. તેમાં 'મહાતગ સુકેશ પ્રોડક્શન' અને 'અરવિંદ કેજરીવાલ દ્વારા નિર્દેશિત' અને ત્યારબાદ 'લિકર સ્કેમ મોશન પિક્ચર્સ પ્રેઝન્ટ્સ' પણ લખવામાં આવ્યું છે.




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે