ભાજપે રાજકોટ જિલ્લા સંગઠનમાં કર્યા ફેરફાર, આ સ્થાનિક નેતાઓને મળી મોટી જવાબદારી


  • Published By :
  • Published Date : 2023-06-20 19:07:18

લોકસભા ચૂંટણીને લઈ ભાજપના નેતાઓએ કમર કસી લીધી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનને વધુ મજબુત બનાવવા માટે સંગઠનનમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. ગુજરાત પ્રદેશ અધ્‍યક્ષ સી.આર. પાટીલ દ્વારા રાજકોટ જિલ્લાના પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. જેમાં રાજકોટ જિલ્લામાં ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી અને કોષાધ્યક્ષની નિમણૂક કરવામાં આવી છે. 


ચર્ચા-વિચારણા બાદ નિર્ણય


ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ,  સંગઠન મહામંત્રી રત્‍નાકર પ્રદેશ મહામંત્રી તેમજ સૌરાષ્‍ટ્ર જોનના પ્રભારી વિનોદભાઈ ચાવડા,  રાજકોટ જિલ્લા પ્રભારી ધવલભાઈ દવે સાથે ચર્ચા વિચારણા કરી રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્‍પેશભાઈ ઢોલરીયા દ્વારા નીચે મુજબના ભારતીય જનતા પાર્ટી રાજકોટ જિલ્લાના સંગઠન પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.


આ પદાધિકારીઓની નિમણૂક


ભારતીય જનતા પાર્ટી રાજકોટ જિલ્લાના સંગઠનમાં વિવિધ પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. જેમાં ખોડાભાઈ ખસિયા ઉપપ્રમુખ -વીંછીયા, જયેશભાઈ ત્રિવેદી ઉપપ્રમુખ -ઉપલેટા, ગોવિંદભાઈ રાણપરિયા ઉપપ્રમુખ -જામ કંડોરણા, પ્રફુલભાઈ ટોળીયા ઉપપ્રમુખ-ગોંડલ, બિંદિયાબેન મકવાણા ઉપપ્રમુખ જેતપુર, રાજુભાઈ ધારૈયા ઉપપ્રમુખ રાજકોટ તાલુકા, રીનાબેન ભોજાણી ઉપપ્રમુખ ગોંડલ, રમાબેન મકવાણા ઉપપ્રમુખ જસદણનો સમાવેશ થાય છે. તે જ રીતે હરેશભાઈ હેરભા મહામંત્રી જસદણ, નરેંદ્રસિંહ એમ જાડેજા મહામંત્રી રાજકોટ તાલુકા, રવિભાઈ માકડીયા મહામંત્રી ઉપલેટા તરીકે તેમની નિમણૂક કરાઈ છે. જ્યારે વલ્લભભાઈ જાપડીયા મંત્રી વીંછીયા, મનોજભાઈ રાઠોડ મંત્રી રાજકોટ તાલુકા, રાજુભાઈ સાવલિયા મંત્રી કોટડા સાંગાણી, વલ્લભભાઈ શેખલિયા મંત્રી રાજકોટ, જસ્મીન પીપળીયા મંત્રી રાજકોટ તાલુકા, વીશાલભાઈ ફાંગલીયા મંત્રી લોધિકા, સીમાબેન જોષી મંત્રી રાજકોટ તાલુકા, વદંનાબેન સોની મંત્રી પડધરી, જ્યારે મનીષાબેન ગોવાણીને કોષાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે