ભાજપના માણસાના ઉમેદવાર જયંતી પટેલ પાસે અધધધ 652 કરોડની સંપત્તિ


  • Published By :
  • Published Date : 2022-11-18 12:30:44

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કરોડપતિ ઉમેદવારોની બોલબાલા છે. સામાન્ય માણસો માટે તો હવે ચૂંટણી લડવી તે હવે લોઢાના ચણા ચાવવા બરાબર બની ગયું છે. જેમ કે માણસા સીટ પર ભાજપના 64 વર્ષીય ઉમેદવાર જયંતી પટેલે તેમનું ઉમેદવારી પત્ર ભર્યું ત્યારે તેમની સંપત્તી જાહેર કરી તે જાણીને સૌ કોઈ ચોંકી ગયા હતા.


જયંતી પટેલ પાસે કેટલી સંપત્તી?


ભાજપના ઉમેદવાર જે. એસ. પટેલ માત્ર 10 પાસ છે. જો કે તેમની જાહેર કરેલી સંપત્તી 652 કરોડ રૂપિયા છે જેમાં જંગમ મિલકત 141 કરોડ જ્યારે સ્થાવર મિલકત 511 કરોડ જેટલી છે. તૈ તેમની હરીફો કરતા સૌથી વધુ અમીર ઉમેદવાર છે. જયંતી પટેલ વ્યવસાયે ખેડૂત અને બિલ્ડર છે. જે. એસ. પટેલ માણસા સીટ પરના ત્રણેય રાજકીય પક્ષોમાં સૌથી મોટી ઉંમરના ઉમેદવાર છે. 


ગાંધીનગર જિલ્લાની 5 સીટ પર કુલ 125 ઉમેદવારો


ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા કુલ 125 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. ત્યારે ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો વચ્ચે આ વખતે ચૂંટણી જંગ જામશે. ​​​​​​​ત્રણ રાજકીય પક્ષો ઉપરાંત અન્ય રાજકીય પક્ષો અને અપક્ષોએ પણ પોતાની ઉમેદવારી કરી છે. જોકે 21 નવેમ્બરના રોજ ઉમેદવાર પરત ખેંચવાના દિવસે સાંજે કઈ બેઠક પર કેટલા ઉમેદવાર રહેશે તે ચિત્ર સ્પષ્ટ થઈ જશે. જે બાદ કઈ બેઠક પર કયા પક્ષના કેટલા મત તૂટે તેમ છે તે અંગેનું ગણેત રાજકીય પક્ષો દ્વારા શરૂ કરવામાં આવશે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે