ભાજપના ઉમેદવાર રીવાબાની મિલકત જાહેર, પતિ રવીન્દ્રની મિલકત પણ જાહેર


  • Published By :
  • Published Date : 2022-11-15 20:00:57

ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં જામનગરની સીટ ચર્ચામાં આવી છે આ સીટ પર ભાજપે ક્રિકેટરની પત્ની રીવાબા જાડેજાને ટિકિટ આપી છે. રિવાબાએ ઉમેદવારી ફોર્મ ભરી ચુંટણીપંચ સામે રિવાબાએ મિલકત જાહેર કરી હતી. ચુંટણીપંચ સમક્ષ કરેલ સોગંદનામાં મુજબ રિવાબાના નામે 6 લાખ 20 હજારની મિલકત જાહેર કરાઇ છે. આ સાથે રીવાબા જાડેજાના પતિ રવિન્દ્ર જાડેજાના નામે 18.56 કરોડની મિલકત જાહેર કરી છે. 

 

ક્રિકેટર રવીન્દ્રસિંહ જાડેજાના પત્ની રિવાબાએ તેમના પતિ અને આગેવાનો સાથે ઉમેદવારી પત્ર ભર્યું હતું. જેમાં નિયમો મુજબ ઉમેદવારી ફોર્મ ભરનારને મિલકતને લઈને સોગંદનામું આપવાનું હોય છે. જેમાં 6 લાખ 20 હજારની મિલકત જાહેર કરાઇ છે.

 

રવીન્દ્રસિહ કરી રહ્યા છે પ્રચાર

ફોર્મ ભરતા પહેલાં પણ પત્ની રીવાબા માટે રવિન્દ્ર જાડેજાએ સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કર્યો હતો. રવિન્દ્ર જાડેજાએ સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરીને પત્ની રીવાબા માટે મત માંગ્યાં. ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ જામનગર ઉત્તર બેઠકના મતદારોને અપીલ કરી કે રીવાબા અને ભાજપને મત આપીને જંગી બહુમતથી વિજય બનાવે.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે