ભાજપના ઉમેદવારો કિર્તીસિંહ વાઘેલા અને રાજુલ દેસાઈએ હાર માટે પાર્ટીના કાર્યકરોને જવાબદાર ઠરાવ્યા


  • Published By :
  • Published Date : 2022-12-11 20:07:46

ગુજરાત વિધાસભની ચૂંટણીનું પરિણામ તો જાહેર થઈ ગયું પણ હારેલા ઉમેદવારો હજુ પણ હારને પચાવી શક્યા નથી. હારેલા ઉમેદવારો તેમની હાર માટે પોતાની જ પાર્ટીના કાર્યકરો તથા સ્થાનિક નેતાઓને જવાબદાર ઠરાવી રહ્યા છે. જેમ કે ભાજપના હારેલા 26 ઉમેદવારો પૈકી બે ઉમેદવારોએ પોતાની હાર માટે ભાજપના જ સ્થાનિક નેતાઓને જવાબદાર ગણાવવાનું શરૂ કરી દીધું છે. 


ભાજપના બે ધારાસભ્યએ શું આરોપ લગાવ્યો?


કાંકરેજ બેઠકથી કૉંગ્રેસના ઉમેદવાર અમરત ઠાકોર સામે 5 હજારથી વધુ મતથી હારનાર ભાજપના કિર્તીસિંહ વાઘેલાએ હારનું ઠીકરૂ સ્થાનિક નેતાઓ પર ફોડ્યું હતું. તે જ પ્રકારે અન્ય એક ભાજપના ઉમેદવાર રાજુલબેન દેસાઈએ ભાજપના સ્થાનિક નેતાઓને હાર માટે જવાબદાર ઠરાવ્યા છે. પાટણ બેઠકથી કૉંગ્રેસના કિરીટ પટેલ સામે 17 હજાર કરતા વધુ મતે હારનાર ડૉ. રાજુલબેન દેસાઈએ પાટણમાં સભા યોજી હતી. સભામાં પોતાની હાર માટે ભાજપના કેટલાક સ્થાનિક નેતાઓને આડકતરી રીતે ઈશારો કરતા તેમને જયચંદ જવાબદાર ગણાવ્યા હતા. રાજુલ બેને પોતાના ભાષણમાં પૃથ્વીરાજ ચોહાણનું ઉદાહરણ આપતા કહ્યું, "પૃથ્વીરાજ ચોહાણને હરાવનાર જયચંદ હતા ત્યારે મને હરાવવા પણ કેટલાક જયચંદ કામે લાગ્યા હતા". રાજુલબેન દેસાઈએ જાહેર સભામાં પક્ષના કાર્યકર્તાઓને પાર્ટી વિરૂદ્ધ ગણાવતા મામલો ગરમાયો હતો. 




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે