આ વખતની ચૂંટણીમાં નવી ફેશન ચાલશે, આતંકવાદી જૂનૂ થયું, 'અર્બન નક્સલ' આવ્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-04 15:51:54

અરવિંદ કેજરીવાલ 'અર્બન નક્સલી' - દેવુસિંહ ચૌહાણ

વડોદરામાં આવેલા કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલ અર્બન નક્સલવાદીઓનું ટોળું છે, મેધા પાટકરની સાથે એ હતા અને નર્મદા યોજના અટકાવવા માટે ફંડ પણ ત્યાંથી આવતું હતું, પણ ગુજરાતીઓ હોંશિયાર હોય છે અને આવા લોકોને ઓળખી લે છે.


કચ્છમાં સી.એમએ મેધા પાટકરને અર્બન નક્સલી કહ્યા

પીએમ કચ્છની મુલાકાતે હતા ત્યારે સી.એમ ભૂપેન્દ્ર પટેલે સ્ટેજ પરથી નર્મદા વિશે બોલતા કહ્યું હતું કે મેધા પાટકરે આ કામને રોકાવ્યું અને એવા અર્બન નક્સલી જ આવા કામને આડે આવે છે, એ પછી ભાજપ સમર્પીત ઓપી ઈન્ડીયાએ પણ મેધા પાટકરને આમ આદમી પાર્ટી ગુજરાતનો સીએમ ફેસ બનાવશે એવી વાત કરી હતી, જો કે આમ આદમી પાર્ટીએ આના પર કોઈ પ્રતિક્રીયા નહોતી આપી.


ચૂંટણી આવી, હવે આવું બધુ ચાલતું રહેશે

અત્યાર સુધી ઠગ, મહાઠગ સુધી વાતો પહોંચી હતી, ગોપાલ ઈટાલીયા ગૃહમંત્રી હર્ષ સંઘવીને ડ્રગ્સ સંઘવી કહેવા સુધી રાજનીતિ લઈ ગયા, હવે એમાં એક પગલું આગળ ભરતા દેવુસિંહ ચૌહાણે કેજરીવાલને અર્બન નક્સલી અને ટુંકમાં ગુજરાત વિરોધી કહેવાની કોશિશ કરી છે, હજું તો ચૂંટણીને સમય છે...આગે આગે દેખો હોતા હૈ ક્યાં!



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે