હિમાચલ પ્રદેશઃ કોંગ્રેસે કહ્યું, "આવી રહ્યા છીએ", ભાજપે કહ્યું, "પણ વિપક્ષમાં"


  • Published By :
  • Published Date : 2022-11-09 16:28:37

હિમાચલ પ્રદેશમાં ભાજપ કોંગ્રેસની પોસ્ટર વૉરના ફોટો સોશિયલ મીડિયામાં જોરદાર રીતે વાયરલ થઈ રહ્યા છે. કોંગ્રેસે પ્રચાર માટે પોસ્ટર લગાવ્યા હતા જેમાં ભાજપ પર નિશાનો સાધવામાં આવ્યો છે અને લખવામાં આવ્યું છે કે, શપથનું સપનું તૂટશે. કારણ કે કોંગ્રેસ આવી રહી છે. હિમાચલ પ્રદેશની સુંદર બિલ્ડિંગ પર કોંગ્રેસે આ પોસ્ટર લગાવ્યું છે. જો કે ભાજપે તંજ કસતા બાજુમાં પોસ્ટર મૂકી દીધું હતું. કોંગ્રેસના પોસ્ટરનો જવાબ આપતા ભાજપે પોસ્ટર વૉર શરૂ કરી છે. 


ભાજપ કોંગ્રેસની પોસ્ટર વૉર

હિમાચલ પ્રદેશની ભારતીય જનતા પાર્ટીએ પોસ્ટર લગાવી લખ્યું હતું કે, "ફરી વિપક્ષમાં". એટલે કે હાલ ભાજપની હિમાચલ પ્રદેશમાં સરકાર છે અને વિપક્ષમાં કોંગ્રેસ પાર્ટી છે. કોંગ્રેસે પોસ્ટર લગાવ્યું હતું કે આવી રહી છે કોંગ્રેસ તો ભાજપે લખી દીધું વિપક્ષમાં. જો કે આ પોસ્ટર વૉર અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે. પર્વતીય રાજ્ય હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની 68 બેઠકો છે. હિમાચલમાં ફક્ત એક તબક્કામાં મતદાન થશે. 12 નવેમ્બરે મતદાન થશે અને 8 ડિસેમ્બરે મતગણતરી થશે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે